'Drishyam 3'ની રીલિઝ ડેટ જાહેર, આ તારીખથી થિયેટર્સમાં જોવા મળશે અજય દેવગનની ફિલ્મ

અજય દેવગનની સુપરહિટ સસ્પેન્સ થ્રિલર 'દ્રશ્યમ' ના ત્રીજા ભાગની પ્રેક્ષકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તાજેતરમાં જ મોહનલાલે 'દ્રશ્યમ 3' ના ઓરિજિનલ મલયાલમ વર્ઝનનું શૂટિંગ શરૂ કર્યું હતું. હવે અજય દેવગનની 'દ્રશ્યમ 3' ને લઈને પણ માહિતી સામે આવી છે.
મેકર્સે આજે અજય દેવગન સ્ટારર 'દ્રશ્યમ 3' ની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. સાથે જ ફિલ્મની રિલીઝ ડેટ પણ સામે આવી ગઈ છે. 'દ્રશ્યમ 3' 2 ઓક્ટોબર 2026ના રોજ સિનેમાઘરોમાં દસ્તક આપશે.
વાર્તા હજુ પૂરી થઈ નથી...
મેકર્સ દ્વારા જાહેર કરવામાં આવેલા આ 1 મિનિટ 13 સેકન્ડના વીડિયોમાં અજય દેવગનનો વોઈસ ઓવર છે. આ વોઈસ ઓવરમાં અજય દેવગન તેના પરિવારના મહત્વ વિશે જણાવે છે. સાથે જ અત્યાર સુધીની વાર્તાની ઝલક પણ જોવા મળે છે. આ વોઈસ ઓવરમાં વિજય સાલગાવકરનું પાત્ર કહે છે કે, "મારું સત્ય અને મારું સાચું માત્ર મારો પરિવાર જ છે."
વોઈસ ઓવરમાં જણાવાયું છે કે વિજય સાલગાવકર તેના પરિવાર માટે આજે પણ એક દીવાલ બનીને ઉભો છે. વીડિયોના અંતમાં વિજય સાલગાવકર કહે છે કે, "વાર્તા હજુ પૂરી થઈ નથી. છેલ્લો ભાગ હજુ બાકી છે."
2 ઓક્ટોબર 2026 ના રોજ રિલીઝ થશે ફિલ્મ
'દ્રશ્યમ 3' નું નિર્દેશન અભિષેક પાઠકે કર્યું છે. 2 ઓક્ટોબર 2026 ના રોજ રિલીઝ થનારી આ ફિલ્મની સ્ટાર કાસ્ટ વિશે હજુ વધુ માહિતી સામે આવી નથી. જોકે, એવી અપેક્ષા છે કે ત્રીજા ભાગમાં વાર્તા ત્યાંથી જ આગળ વધશે જ્યાં પાછલા ભાગમાં પૂરી થઈ હતી.
તેવામાં હવે જોવાનું એ રહેશે કે ફિલ્મની કાસ્ટમાં કોઈ ફેરફાર થાય છે કે નહીં. સૌથી વધુ નજર એ વાત પર ટકેલી છે કે શું અક્ષય ખન્નાનું પાત્ર આ ફિલ્મમાં જોવા મળશે કે નહીં.

