Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : After divorce with Chahal, Dhanashree will be seen in this reality show

Chahal સાથે છૂટાછેડા બાદ Dhanashree જોવા મળશે આ રિયાલિટી શોમાં, આ OTT પર જોવા મળશે શો

Timeછેલ્લું અપડેટ : 25 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Chahal સાથે છૂટાછેડા બાદ Dhanashree જોવા મળશે આ રિયાલિટી શોમાં, આ OTT પર જોવા મળશે શો
સોર્સ : GSTV

'રાઈઝ એન્ડ ફોલ' એક નવો રિયાલિટી શો છે. આ શોને અશ્નીર ગ્રોવર હોસ્ટ કરવાના છે. તેમજ અર્જુન બિજલાણી, ધનશ્રી વર્મા, કુબ્રા સૈત અને કીકુ શારદા સહિત 16 સેલેબ્સ આ શોનો ભાગ બનવાના છે.

App Store

અમેઝોન એમએક્સ પ્લેયર પર ટૂંક સમયમાં એક નવો રિયાલિટી શો 'રાઈઝ એન્ડ ફોલ' શરૂ થવાનો છે. આ હાઈ-સ્ટેક્સ શોનો પ્રોમો રિલીઝ થઈ ગયો છે. પ્રોમોમાં શોનો કોન્સેપ્ટ સમજાવવામાં આવ્યો છે, હોસ્ટની માહિતી આપવામાં આવી છે અને કેટલાક કન્ટેસ્ટન્ટ્સનો પણ પરિચય કરાવવામાં આવ્યો છે. ચાલો તમને જણાવીએ કે આ શો ક્યારથી શરૂ થવાનો છે.

શોનો કોન્સેપ્ટ શું છે?

'રાઈઝ એન્ડ ફોલ' એક બોલ્ડ સોશિયલ એક્સપેરિમેન્ટ છે. 16 કન્ટેસ્ટન્ટ્સને બે અલગ-અલગ દુનિયામાં વહેંચવામાં આવશે. એક દુનિયા હશે 'રૂલર્સ'ની, જે આલીશાન પેન્ટહાઉસમાં રહેશે. બીજી દુનિયા હશે 'વર્કર્સ'ની, જે બેસમેન્ટમાં સાદું જીવન જીવશે. રમતનો સૌથી રસપ્રદ ભાગ એ છે કે કોઈપણ સમયે સત્તા બદલાઈ શકે છે, એટલે કે કોઈ પણ ઉપરથી નીચે કે નીચેથી ઉપર જઈ શકે છે. કેવી રીતે? એ જાણવા માટે શો જોવો પડશે.

ક્યારે અને ક્યાં જોવું?

'રાઈઝ એન્ડ ફોલ' 6 સપ્ટેમ્બર 2025થી સ્ટ્રીમ થશે અને 42 દિવસ સુધી દરરોજ નવો એપિસોડ અમેઝોન એમએક્સ પ્લેયર પર મફતમાં આવશે. આ શોને મોબાઈલ, સ્માર્ટ ટીવી, અમેઝોન શોપિંગ એપ, પ્રાઈમ વિડિયો, Fire TV અથવા એરટેલ એક્સટ્રીમ પર ગમે ત્યાં જોઈ શકાય છે.

શોમાં કયા-કયા સેલેબ્રિટી છે?

શોને હોસ્ટ એન્ટરપ્રેન્યોર અને 'શાર્ક ટેન્ક ઈન્ડિયા'ના ભૂતપુર્વ જજ અશ્નીર ગ્રોવર કરી રહ્યા છે. પ્રોમો મુજબ, શોમાં અર્જુન બિજલાણી (ટીવી એક્ટર), ધનશ્રી વર્મા (ડાન્સર-ઈન્ફ્લુએન્સર), કીકુ શારદા (કોમેડિયન) અને કુબ્રા સૈત (એક્ટ્રેસ) જોવા મળશે. અન્ય કન્ટેસ્ટન્ટ્સના નામ સામે આવ્યા નથી.