Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Adding to Rajpal Yadav's woes, two properties will be auctioned amidst debts of 16 crores

રાજપાલ યાદવની મુશ્કેલીઓમાં વધારો, 16 કરોડના દેવા વચ્ચે બે સંપત્તિની થશે નીલામી

Timeછેલ્લું અપડેટ : 06 Aug 2026
લાઇવ ટીવીGoogle News
રાજપાલ યાદવની મુશ્કેલીઓમાં વધારો, 16 કરોડના દેવા વચ્ચે બે સંપત્તિની થશે નીલામી
સોર્સ : gstv

બોલિવૂડનો જાણીતો અને લોકપ્રિય અભિનેતા રાજપાલ યાદવ ફરી એકવાર ગંભીર કાનૂની અને આર્થિક મુશ્કેલીઓમાં ફસાયો છે. ચેક બાઉન્સના લાંબા સમયથી ચાલતા વિવાદાસ્પદ મામલાની વચ્ચે હવે તેની મુશ્કેલીઓમાં વધુ મોટો વધારો થયો છે. સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, મુંબઈ દ્વારા ઉત્તર પ્રદેશના શાહજહાપુરમાં આવેલી તેની બે મુખ્ય સંપત્તિઓ પર નીલામીની સત્તાવાર નોટિસ ફટકારવામાં આવી છે. જેને લઈને ફિલ્મ જગતમાં ભારે ચર્ચા જાગી છે.

App Store

16 કરોડ રૂપિયાથી વધુનું દેવું અને લોન વિવાદ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાજપાલ યાદવે પોતાની ફિલ્મ 'અતા પતા લાપતા' ના નિર્માણ માટે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી મોટી રકમની લોન લીધી હતી. સમયસર લોન અને વ્યાજની રકમ ન ચૂકવાતા આ બિલ વધીને આશરે રૂ. 16,61,64,000 સુધી પહોંચી ગયું છે. આ ભારેખમ રકમની વસૂલાત માટે બેંકે તેની ગીરો રાખેલી પ્રોપર્ટીને સત્તાવાર રીતે કબજામાં લઈને નીલામીની પ્રક્રિયા તેજ કરી દીધી છે. જે આગામી 9 સપ્ટેમ્બરે ઓનલાઈન હાથ ધરવામાં આવશે.

શાહજહાપુરમાં પ્રોપર્ટી જપ્તીની કાર્યવાહી

બેંક રેકોર્ડ મુજબ શાહજહાપુરમાં રાજપાલ યાદવની બે સંપત્તિઓ નોંધાયેલી છે. જેમાં એક પ્રોપર્ટી શહેરની અંદર અને બીજી ગામડામાં આવેલી છે (જેમાં ખેતરો અને મકાનો સામેલ છે). આ બંને સંપત્તિઓની બજાર કિંમત અંદાજે રૂ. 3,19,26,000 આંકવામાં આવી છે. આ લોન માટે રાધા યાદવ અને માતા ગોદાવરી યાદવની સંપત્તિઓને પણ ગેરંટર તરીકે ગીરો રાખવામાં આવી હતી. જેના આધારે બેંકે આ કડક કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.

આર્થિક સંકટ અને કાનૂની પછડાટ

શાહજહાપુર ઉપરાંત મુંબઈમાં પણ તેની અન્ય સંપત્તિઓની નીલામીની પ્રક્રિયા સમાંતર ચાલી રહી છે. નોંધનીય બાબત એ છે કે જે કંપનીએ ચેક બાઉન્સનો કેસ દાખલ કર્યો હતો તેના માલિક પણ શાહજહાપુરના જ રહેવાસી છે. આ તમામ ઘટનાક્રમ બાદ અભિનેતા કાનૂની પ્રક્રિયા સાથે સાથે ગંભીર આર્થિક સંકટથી ઘેરાઈ ગયું છે. બેંક અધિકારીઓનું સ્પષ્ટ કહેવું છે કે લોનની રકમ વસૂલવા માટે આ સમગ્ર કાર્યવાહી પ્રક્રિયાગત નિયમોને આધીન જ કરવામાં આવી રહી છે.