PHOTOS: લગ્નના બંધનમાં બંધાયા મલ્હાર ઠાકર અને પૂજા જોષી, સોશિયલ મીડિયા પર શેર કરી તસવીરો
ગુજરાતી ફિલ્મોના સૌથી લોકપ્રિય અભિનેતા મલ્હાર ઠાકર અને અભિનેત્રી પૂજા જોષી લગ્નના બંધનમાં બંધાયા છે.

ગુજરાતી ફિલ્મોના સૌથી લોકપ્રિય અભિનેતા મલ્હાર ઠાકર અને અભિનેત્રી પૂજા જોષી લગ્નના બંધનમાં બંધાયા છે. ગઈકાલે (26 નવેમ્બર, 2024) મલ્હાર ઠાકર અને પૂજા જોષીએ પોતાના લગ્નની તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. નોંધનીય છે કે, પૂજા અને મલ્હારની જોડી કેટલીક ફિલ્મો અને વેબ સિરીઝમાં જોવા મળી છે.
લગ્નની તસવીરો શેર કરી
ઇન્સ્ટાગ્રામ પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે- "હું અને મારાથી, અમે બની ગયા અને અમે હંમેશા ખુશ રહ્યા." પૂજાએ લગ્નના દિવસે ફ્લોરલ એમ્બ્રોઇડરી સાથે ટ્રેડીશનલ લાલ લહેંગા ચોલી પહેર્યા હતા. તેણે સ્ટેટમેન્ટ જ્વેલરી અને ન્યૂડ મેકઅપ સાથે લુક કમ્પ્લીટ કર્યો હતો. પૂજા ખૂબ જ સુંદર લાગી રહી હતી. બીજી તરફ, મલ્હાર આઈવરી શેરવાની અને મેચિંગ પાઘડીમાં એકદમ હેન્ડસમ લાગતો હતો.
બંનેએ સાથે વેબ સિરીઝ અને ફિલ્મોમાં કામ કર્યું
ગુજરાતી અભિનેત્રી પૂજા જોષી અને અભિનેતા મલ્હાર ઠાકર બંને સાથે સ્ક્રિન પર ખૂબ ક્યૂટ લાગે છે. મલ્હાર ઠાકર અને પૂજા જોષીએ સાથે એક વેબ સિરીઝ અને બે ફિલ્મોમાં કામ કર્યું છે. તેઓએ વેબ સિરીઝ 'વાત વાતમાં' સાથે કામ કર્યું છે. આ ઉપરાંત તેમણે ફિલ્મ 'વીર ઈશાનું સિમંત' અને 'લગ્ન સ્પેશ્યલ'માં કપલની ભૂમિકામાં જોવા મળ્યા હતા.
થોડા દિવસો પહેલા કરી હતી સંબંધની પુષ્ટિ
મલ્હાર અને પૂજાના સંબંધની અફવાઓ ઘણા સમયથી ચાલી રહી હતી. ત્યારબાદ આ કપલે આખરે 6 નવેમ્બરે સોશિયલ મીડિયા પર પોતાની એક તસવીર શેર કરીને ડેટિંગની અફવાઓનો અંત આણ્યો હતો. આ સાથે જ તેમણે એ પણ જાહેરાત કરી હતી કે તે લગ્ન કરીને તેના જીવનનો એક નવો અધ્યાય શરૂ કરવા જઈ રહ્યા છે.
તેમણે પોસ્ટના કેપ્શનમાં લખ્યું- "તમામ અફવાઓ પર વિરામ આપીને! રીલથી રીયલ સુધી... તમારા પ્રેમ અને આશીર્વાદથી અમે અમારા નવા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. કાઉન્ટડાઉન શરૂ થાય છે!!"








