Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Aamir Khan will be seen playing the role of the most talked about face of the business world.

બિઝનેસ વર્લ્ડના સૌથી ચર્ચિત ચહેરાની ભૂમિકામાં દેખાશે આમિર ખાન! અશનીર ગ્રોવરની લાઇફ પર બનશે ફિલ્મ

Timeછેલ્લું અપડેટ : 18 Apr 2026
લાઇવ ટીવીGoogle News
બિઝનેસ વર્લ્ડના સૌથી ચર્ચિત ચહેરાની ભૂમિકામાં દેખાશે આમિર ખાન! અશનીર ગ્રોવરની લાઇફ પર બનશે ફિલ્મ
સોર્સ : gstv
આમિર ખાન અશનીર ગ્રોવરની બાયોપિકમાં મુખ્ય ભૂમિકા ભજવે  તેવી શક્યતા છે. ફિલ્મ હાલ પ્રિ પ્રોડક્શન સ્ટેજમાં છે. આમિરે ફિલ્મની સ્ક્રિપ્ટ ઓકે કરી દીધી હોવાનું કહેવાય છે. 
App Store
 
ફિલ્મ રાઈટર અને શ્રદ્ધા કપૂર સાથે રિલેશનશિપને કારણે વધારે જાણીતા રાહુલ મોદીને આ ફિલ્મનું દિગ્દર્શન સોપાંયું છે. 
 
અશનીર ગ્રોવરનાં પુસ્તક 'દોગલા પન: ધી હાર્ડ ટ્રુથ અબાઉટ લાઈફ એન્ડ સ્ટાર્ટ અપ' પર આ ફિલ્મ આધારિત હશે તેમ મનાય છે. 
 
અગાઉ આમિર ખાન  રાજકુમાર  હિરાની સાથે દાદાસાહેબ ફાળકેની  બાયોપિક પણ કરવાનો હતો. જોકે, આ ફિલ્મની સ્ક્રિપ્ટમાં તેણે અનેક ફેરફાર સૂચવતાં તેના અને હિરાની વચ્ચે મતભેદ સર્જાયા હતા.