VIDEO: મુંબઈમાં એવોર્ડ શોમાં ગ્લેમરસ અંદાજમાં જોવા મળ્યા સ્ટાર્સ; Sunny Leone, Divya Dutta સહિત ગુજરાતી સ્ટાર્સે લૂંટી લાઈમલાઈટ
માયાનગરી મુંબઈમાં તાજેતરમાં 'ભારતીય રાષ્ટ્રીય સિને એકેડેમી એવોર્ડ્સ'નો ભવ્ય સમારોહ યોજાયો હતો. આ પ્રતિષ્ઠિત એવોર્ડ શોના રેડ કાર્પેટ પર બોલિવૂડથી લઈને ટેલિવિઝન જગતના અનેક જાણીતા સિતારાઓએ પોતાની ગ્લેમરસ હાજરી નોંધાવી હતી. જેમાં ગુજરાતી કલાકાર જાનકી બોડીવાલા અને માનસી પારેખ પણ જોવા મળ્યા હતા. આ કાર્યક્રમમાં કલાકારોએ મનમોહક અંદાજમાં એન્ટ્રી કરી હતી, જેને કારણે સોશિયલ મીડિયા પર ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સિનેમા ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર કલાકારો અને ટેકનિશિયનોને આ મંચ પર સન્માનિત કરવામાં આવ્યા હતા. ફિલ્મ જગતના દિગ્ગજોએ આ તકે ભારતીય સિનેમાના ભવિષ્ય અંગે પણ હર્ષ વ્યક્ત કર્યો હતો. બોલિવૂડની સુંદર અભિનેત્રી સની લિયોની અને ટેલેન્ટેડ દિવ્યા દત્તાએ પોતાની ગ્લેમરસ એન્ટ્રીથી લાઈમલાઈટ લૂંટી લીધી હતી. તો સંગીત જગતની લોકપ્રિય જોડી સચેત અને પરંપરાએ પણ પોતાની હાજરીથી કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવી દીધા.

