VIDEO: બોલિવૂડ એક્ટ્રેસ Sonal Chauhanએ ઉજ્જૈનમાં ભસ્મ આરતીમાં આપી હાજરી, ભક્તિમાં લીન થઈ અભિનેત્રી
સોર્સ : GSTV
મધ્યપ્રદેશના વિશ્વપ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિરમાં બોલિવૂડ અભિનેત્રી સોનલ ચૌહાણે ભસ્મ આરતીમાં હાજરી આપી હતી. ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના કર્યા બાદ તેમણે મીડિયા સાથે ખાસ વાતચીત કરી હતી. આ પ્રસંગે સોનલ ચૌહાણે મહિલા અનામત બિલને ખુલ્લું સમર્થન આપતા જણાવ્યું કે, "આપણું રાષ્ટ્ર વિકાસ કરી રહ્યું છે અને દેશની પ્રગતિમાં મહિલાઓ મોટી ભૂમિકા ભજવી રહી છે તેનો મને ખૂબ આનંદ છે." દર્શન કર્યા બાદ અભિનેત્રીએ દેશના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.

