Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : 59-year-old Salman Khan shows off six-pack abs, creates a body that would make even a young man pale in comparison

59 વર્ષના સલમાન ખાને બતાવ્યા સિક્સ-પેક એબ્સ, કોઈ યુવાન પણ તેની સામે ફિકો પડે તેવી બોડી બનાવી

Timeછેલ્લું અપડેટ : 04 Nov 2025
લાઇવ ટીવીGoogle News
59 વર્ષના સલમાન ખાને બતાવ્યા સિક્સ-પેક એબ્સ, કોઈ યુવાન પણ તેની સામે ફિકો પડે તેવી બોડી બનાવી
સોર્સ : GSTV

હાલ અભિનેતા સલમાન ખાન તેની શર્ટલેસ તસવીરોને કારણે ચર્ચામાં છે. જેમાં તેણે પોતાના સિક્સ-પેક એબ્સ અને ફૂલેલા બાઈસેપ્સ બતાવ્યા છે. આ તસવીરો ખુદ સલમાન ખાને સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ પછી સોશિયલ મીડિયા પર તેના ફેન્સ સલમાનની બોડીના વખાણ કરી રહ્યા છે.

App Store

સલમાને વર્કઆઉટ પછી શર્ટલેસ પોઝ આપ્યો

સલમાન ખાને જે તસવીરો શેર કરી છે, જેમાં તે વર્કઆઉટ પછી શર્ટલેસ પોઝમાં જોવા મળે છે. સલમાન આ ફોટા શેર કરતી વખતે એક કેપ્શન પણ લખ્યું છે. સલમાને લખ્યું કે, "કંઈક મેળવવા માટે, તમારે કંઈક છોડવું પડે છે, આ છોડ્યા વિનાનું છે." આ શરીર પાછળની મહેનતથી સલમાન ખાને સાબિત કર્યું છે કે ઉંમર ફક્ત એક સંખ્યા છે. આવી બોડી બનાવી તેણે ફક્ત તેના સાથીદારોને જ નહીં પરંતુ ભવિષ્યની પેઢીઓને પણ પ્રેરણા આપી છે. સલમાની આ તસવીરો પર વિવિધ સેેલેબ્રિટિની સહિત સલમાનના ફેન્સ કોમેન્ટ કરી સલમાનની બોડીના વખાણ કરી રહ્યા છે.

સલમાન ખાનની આગામી ફિલ્મ

તેના કામની વાત કરીએ તો, સલમાન ખાન તેની આગામી ફિલ્મ "બેટલ ઓફ ગલવાન"ની તૈયારીમાં વ્યસ્ત છે. જાણવા મળતા અહેવાલો અનુસાર, આ ફિલ્મ જુલાઈ અથવા ઓગસ્ટ 2026માં રિલીઝ થઈ શકે છે.