Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / કારકિર્દી : Will be posted on the official website of the State Examination Board

રાજ્યમાં શિક્ષકોની ભરતી મુદ્દે મોટા સમાચાર, TET-1 અને TET-2ની પરીક્ષાની જાહેરાત

Timeછેલ્લું અપડેટ : 16 Sept 2025
લાઇવ ટીવીGoogle News
રાજ્યમાં શિક્ષકોની ભરતી મુદ્દે મોટા સમાચાર, TET-1 અને TET-2ની પરીક્ષાની જાહેરાત
સોર્સ : Google

ગુજરાતમાં શિક્ષક બનવાની ઈચ્છા ધરાવતા ઉમેદવારો માટે એક સારા સમાચાર છે. રાજ્ય પરીક્ષા બોર્ડે સ્પેશ્યલ સ્પેશિયલ ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ ટેટ-1 અને ટેટ-2ની પરીક્ષાની તારીખ જાહેર કરી છે. બોર્ડ દ્વારા પરિપત્ર જાહેર કરીને આ વિશે માહિતી આપવામાં આવી છે. જે મુજબ, 12 ઓક્ટોબરે આ પરીક્ષા યોજાશે. 

App Store

12 ઓક્ટોબરે યોજાશે સ્પે. ટેટ 1 અને 2ની પરીક્ષા

મળતી માહિતી મુજબ, સ્પે. ટેટ-1ની પરીક્ષા 12 ઓક્ટોબરે સવારે 11 વાગ્યાથી 1 વાગ્યા સુધી રહેશે. જ્યારે સ્પે. ટેટ-2ની પરીક્ષા બપોરે 3 વાગ્યાથી 5 વાગ્યા સુધી રહેશે. પરીક્ષાનું આયોજન અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત જિલ્લામાં કરવામાં આવ્યું છે. શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા અને અન્ય બાબતોની ચકાસણી ભરતી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે. આ અંગે ભરતી પસંદગી સમિતિ દ્વારા જ અંતિમ નિર્ણય લેવામાં આવશે.

પરીક્ષા વિશે વધુ માહિતી રાજ્ય પરીક્ષા બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર મૂકવામાં આવશે. ઉમેદવારોએ આ વિશે વધુ માહિતી મેળવવા માટે sebexam.org ની મુલાકાત લેવી.