મુખ્ય સામગ્રી પર જાઓ
કારકિર્દી

Office Etiquette / કરિયર ગ્રોથમાં અવરોધ બની શકે છે આવી આદતો, લોકો સામે ઉભી કરે છે નેગેટીવ ઈમેજ

ઓફિસમાં તમારી કામ કરવાની રીત અને વર્તણૂક ઉપરાંત, કેટલીક અન્ય બાબતો છે જે ધ્યાનમાં લેવી મહત્ત્વપૂર્ણ છે. આમાં કપડા પહે

Office Etiquette / કરિયર ગ્રોથમાં અવરોધ બની શકે છે આવી આદતો, લોકો સામે ઉભી કરે છે નેગેટીવ ઈમેજ

ઓફિસમાં તમારી કામ કરવાની રીત અને વર્તણૂક ઉપરાંત, કેટલીક અન્ય બાબતો છે જે ધ્યાનમાં લેવી મહત્ત્વપૂર્ણ છે. આમાં કપડા પહેરવાની, વાત કરવાની, બેસવાની અને ઊભા રહેવાની રીત જેવી ઘણી બાબતોનો સમાવેશ થાય છે. કોર્પોરેટ સેક્ટરમાં, આ વસ્તુઓ પર અલગ ધ્યાન આપવામાં આવે છે અને પ્રમોશન સમયે તે ધ્યાનમાં લેવામાં આવે છે, તેથી તેનું મહત્ત્વ સમજવું ખૂબ જ જરૂરી છે. માત્ર સમય પર કામ પૂરું કરવું હવે પૂરતું નથી, જો તમારા સહકર્મીઓ સાથે તમારી વાતચીત અને વર્તન સારું નથી અથવા વાતચીત સ્પષ્ટ નથી, તો તે કરિયર ગ્રોથમાં અવરોધ બની શકે છે. ચાલો જાણીએ આવી જ કેટલીક અન્ય બાબતો વિશે.

મોટેથી બોલવાની આદત

ગુડ મોર્નિંગ, હાય-હેલો બોલવું એ તમારો ફ્રેન્ડલી અને હેપ્પી નેચર દર્શાવે છે, પરંતુ મોટેથી બોલવાથી તમારી આસપાસના લોકો પરેશાન થઈ શકે છે. ઘણા લોકો ઓફિસમાં મોટેથી બોલવાને આત્મવિશ્વાસની નિશાની માને છે, પરંતુ તે જાણી લો કે જોરથી વાત કરવાથી આત્મવિશ્વાસ દેખાતો નથી.

યોગ્ય કપડા ન પહેરવા

જો તમે મલ્ટી નેશનલ કંપનીમાં કામ કરો છો, અને તમારો પોશાક યોગ્ય નથી, તો તે લોકો સામે તમારી નેગેટીવ ઈમેજ ઉભી કરે છે. ઓફિસ માટે હંમેશા એવા કપડા પસંદ કરો જે ખૂબ રિવિલિંગ ન હોય. તમારી સામે જોઈને કોઈને અનકમ્ફર્ટેબલ ફિલ ન થવું જોઈએ અને ન તો તમારે તમારા આઉટફિટને વારંવાર એડજસ્ટ કરતા રહેવું જોઈએ.

ખરાબ ટાઈમ મેનેજમેન્ટ

કામકાજના કલાકો અનુસાર તમારા કાર્યો નક્કી કરો અને તે સમયે તેને પૂર્ણ કરવાનો પ્રયાસ કરો. ઓફિસમાં આવ્યા પછી મોટાભાગનો સમય સહકર્મચારીઓ સાથે વાત કરવામાં અને ફોન જોવામાં જ પસાર કરો છો, તો તેના કારણે કામ સમયસર પૂરું નહીં થાય, એટલું જ નહીં પણ પાછળથી ઉતાવળ કરવાને કારણે કામ બગડી પણ શકે છે. આ તમામ વસ્તુ તમારા કરિયરને અસર કરે છે, તેથી તમારી આવી આદતોને શક્ય તેટલી જલ્દી બદલી નાખવી જોઈએ.

આ સમાચાર શેર કરો