VIDEO: SSC CGL પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરવાની આજે છેલ્લી તારીખ, લાયક ઉમેદવારો જલ્દી ભરી લો ફોર્મ
સોર્સ : GSTV
ઉમેદવારો પાસે કમ્બાઈન્ડ ગ્રેજ્યુએટ લેવલ પરીક્ષા (SSC CGL 2026) માટે અરજી કરવાની છેલ્લી તક છે. જે ઉમેદવારોએ કોઈપણ કારણોસર SSC CGL 2026 પરીક્ષા માટે અરજી નથી કરી તેઓ સ્ટાફ સિલેક્શન કમિશનની સત્તાવાર વેબસાઈટ ssc.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. ઉમેદવારોને 29 જૂનથી 1 જુલાઈ, 2026 વચ્ચે તેમના ફોર્મમાં સુધારા કરવાની તક પણ આપવામાં આવશે.
અરજી કેવી રીતે કરવી?
- પહેલા SSCની સત્તાવાર વેબસાઈટ ssc.gov.in ની મુલાકાત લો.
- વેબસાઈટના હોમપેજ પર ઓનલાઈન અરજી કરો લિંક પર ક્લિક કરો.
- અરજી કરતા પહેલા, એક વખત રજીસ્ટ્રેશન (OTR) પૂર્ણ કરો.
- આ પછી તમારું નામ, મોબાઇલ નંબર, સરનામું, શૈક્ષણિક લાયકાત વગેરે જેવી જરૂરી માહિતી કાળજીપૂર્વક દાખલ કરો.
- જરૂરી ડોક્યુમેન્ટની સ્કેન કરેલી નકલો, જેમ કે તમારી સહી અને ફોટોગ્રાફ અપલોડ કરો.
- અંતે, ફોર્મ ભર્યા પછી, તેની પ્રિન્ટ કઢી લો.
અરજી કરવા માટે આવશ્યક પાત્રતા
- અરજી કરવા માટે, ઉમેદવારોએ ભારતમાં માન્ય સંસ્થામાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલ હોવું જોઈએ.
- ઉમેદવારોની ઉંમર 1 ઓગસ્ટ, 2026ના આધાર પર ગણવામાં આવશે.
- પોસ્ટના આધારે ઉમેદવારોની લઘુત્તમ ઉંમર 18 વર્ષ અને મહત્તમ ઉંમર 27 અને 32 વર્ષ છે. અનામત શ્રેણીના ઉમેદવારોને ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.
અરજી ફી
અરજી કરવા માટે, જનરલ, OBC અને EWS કેટેગરીના ઉમેદવારોએ 100 રૂપિયાની અરજી ફી ચૂકવવી પડશે. SC અને ST ઉમેદવારોને અરજી ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે.

