Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / કારકિર્દી : SBI PO recruitment for 600 posts

JOB / SBI પ્રોબેશનરી ઓફિસર બનવાની શાનદાર તક, 600 જગ્યાઓ પર થશે ભરતી

Timeછેલ્લું અપડેટ : 27 Dec 2024
લાઇવ ટીવીGoogle News
JOB / SBI પ્રોબેશનરી ઓફિસર બનવાની શાનદાર તક, 600 જગ્યાઓ પર થશે ભરતી

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે SBI એ પ્રોબેશનરી ઓફિસર (PO) ની જગ્યાઓ પર ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ માટેની અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને તે 16મી જાન્યુઆરીએ સમાપ્ત થશે. આ ભરતી અભિયાન દ્વારા કુલ 600 જગ્યાઓ ભરવામાં આવશે, જેમાં 586 નિયમિત પોસ્ટ અને 14 બેકલોગ પોસ્ટનો સમાવેશ થાય છે. સત્તાવાર સૂચના અનુસાર, SBI PO માટેની પ્રિલિમ્સ 8 અને 15 માર્ચે લેવામાં આવશે.

App Store

આ પણ વાંચો: Career Tips / સાયકોલોજીના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા હોવ, તો આ રહ્યા તેના વિકલ્પો

શૈક્ષણિક લાયકાત

આ ભરતી માટે અરજી કરવા માટે, ઉમેદવાર પાસે માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ સ્ટ્રીમમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી અથવા કેન્દ્ર સરકાર દ્વારા માન્ય કોઈપણ સમકક્ષ લાયકાત હોવી આવશ્યક છે. રસ ધરાવતા ઉમેદવારો કે જેઓ તેમના ગ્રેજ્યુએશનના અંતિમ વર્ષ/સેમેસ્ટરમાં છે તેઓ પણ આ માટે અરજી કરી શકે છે.

વય મર્યાદા

આ જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 21થી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ. જોકે, નિયમો અનુસાર, ઉમેદવારોને વયમાં છૂટછાટ આપવામાં આવશે.

અરજી કેવી રીતે કરવી?

  • સૌથી પહેલા SBIની ઓફિશિયલ વેબસાઈટ sbi.co.in પર જાઓ.
  • પછી હોમપેજ પર 'SBI PO ભરતી 2024' લિંક પર ક્લિક કરો.
  • તે પછી રજીસ્ટ્રેશન કરીને અરજી ફોર્મ ભરી લો.
  • હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • પછી ઓનલાઈન અરજી ફી ચૂકવો.
  • અરજી કર્યા પછી, કન્ફર્મેશન પેજ ડાઉનલોડ કરો.

અરજીની ફી 

SBI PO માટે અરજી કરવા માટે, ઉમેદવારોએ 750 રૂપિયાની અરજી ફી ચૂકવવી પડશે, જ્યારે SC અને ST કેટેગરીના ઉમેદવારોને ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે.

પરીક્ષા પેટર્ન

SBI POની પસંદગી ચાર તબક્કામાં કરવામાં આવશે, જેમાં પ્રિલિમ્સ, મેઈન્સ, ઇન્ટરવ્યુ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન નો સમાવેશ થાય છે. પ્રિલિમ્સ 100 માર્ક્સની હોય છે. જેમાં અંગ્રેજી ભાષામાં 30 પ્રશ્નો, ક્વોન્ટિટેટિવ ​​એપ્ટિટ્યુડમાંથી 35 પ્રશ્નો અને રિઝનિંગ એબિલિટીમાંથી 35 પ્રશ્નો પૂછવામાં આવે છે.

પ્રિલિમ્સ પાસ કરનાર ઉમેદવારોને બીજા તબક્કામાં મેઈન્સ માટે બોલાવવામાં આવશે. મેઈન્સમાં 250 માર્ક્સના પ્રશ્નો હોય છે. મેઈન્સમાં સફળ થયેલા ઉમેદવારોને ઇન્ટરવ્યુ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે.

કેટલો પગાર મળશે?

POની પોસ્ટ માટે પસંદ કરવામાં આવે છે, તો ઉમેદવારોને દર મહિને 48,480 રૂપિયાનો બેઝિક પગાર મળશે. તે જ સમયે, SBIના મુંબઈ સેન્ટર માટે પસંદ કરાયેલા ઉમેદવારોને વાર્ષિક 18.67 લાખ રૂપિયાનો પ્રારંભિક પગાર મળશે.