Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / કારકિર્દી : NEET UG 2026 tips and strategies for last minute preparations

EXAM / NEET UG 2026ની તૈયારી કેવી રીતે કરવી? મદદરૂપ થઈ શકે છે આ ટિપ્સ અને સ્ટ્રેટેજી

Timeછેલ્લું અપડેટ : 16 Feb 2026
લાઇવ ટીવીGoogle News
EXAM / NEET UG 2026ની તૈયારી કેવી રીતે કરવી? મદદરૂપ થઈ શકે છે આ ટિપ્સ અને સ્ટ્રેટેજી
સોર્સ : GSTV

જો તમે NEET UG પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અને આ વર્ષે પરીક્ષા આપવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમને મદદરૂપ થઈ શકે છે. NEET UG 2026 માટે અરજી પ્રક્રિયા ચાલી રહી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈને અરજી કરી શકે છે. પરીક્ષા 3 મેના રોજ યોજાશે, જેમાં ફક્ત અઢી મહિના બાકી છે. તેથી, આ અંતિમ દિવસોમાં તમે જે તૈયારી કરો છો તે તમારા સ્કોરને ઘણી રીતે અસર કરી શકે છે. આજે અમે તમને છેલ્લી ઘડીની તૈયારી માટે ટિપ્સ અને સ્ટ્રેટેજી આપીશું જે ખૂબ મદદરૂપ થઈ શકે છે.

App Store

આયોજન અને ટાઈમ મેનેજમેન્ટ

કોઈપણ પરીક્ષાની અસરકારક તૈયારી માટે આયોજન અને ટાઈમ મેનેજમેન્ટ બંને જરૂરી છે. તેથી, વિદ્યાર્થીઓએ આ અંતિમ સમયગાળા દરમિયાન અભ્યાસની યોજના બનાવવી જોઈએ.

તૈયારીની સાથે ટાઈમ મેનેજમેન્ટ પર પણ ખૂબ ધ્યાન આપો. આ સાથે વચ્ચે થોડો બ્રેક લેવાનું ન ભૂલશો. એક એવું ટાઈમ ટેબલ બનાવો જેમાં બ્રેકનો પણ સમાવેશ થાય છે જેથી તમને યોગ્ય આરામ મળે. મુશ્કેલ પ્રશ્નો પર વધુ સમય બગાડવાનું ટાળો, શક્ય તેટલા સરળ પ્રશ્નો સોલ્વ કરો.

હાઈ સ્કોર ધરાવતા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરો

તમે ગમે તે પરીક્ષા આપી રહ્યા હોવ, સખત મહેનત સાથે સ્ટ્રેટેજી પણ મહત્ત્વપૂર્ણ છે અને તમારા પ્રદર્શન પર અસર કરી શકે છે. તેથી, એવા વિષયો પસંદ કરો જે ઓછા જટિલ હોય અને હાઈ સ્કોરિંગની સંભાવના ધરાવતા હોય.

ટાઈમ સેટ કરીને મોક ટેસ્ટ આપો

ઉમેદવારોએ ટાઈમ સેટ કરીને મોક ટેસ્ટ આપવી જોઈએ અને પાછલા વર્ષના પેપર સોલ્વ કરવા જોઈએ, તેનાથી પરીક્ષા માટે ટાઈમ મેનેજમેન્ટ સારું થશે. દરેક સેક્શનને ચોક્કસ ટાઈમ સેટ કરીને સોલ્વ કરો.

ક્વિક રિવિઝન પ્લાન

ઉમેદવારોએ છેલ્લા અઠવાડિયા માટે ક્વિક રિવિઝન પ્લાન તૈયાર કરવો જોઈએ. જેમાં ફક્ત તે જ ટોપિકનું રિવિઝન કરો જે વધારે મહત્ત્વપૂર્ણ હોય.