Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / કારકિર્દી : JEE Mains 2026 session 2 admit card released by NTA

VIDEO: JEE Mains 2026 સેશન 2 માટે બહાર પડ્યું એડમિટ કાર્ડ, આ રીતે કરો ડાઉનલોડ

Timeછેલ્લું અપડેટ : 30 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

JEE Mains 2026 એપ્રિલ સેશનમાં બેસનારા ઉમેદવારો માટે સારા સમાચાર. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ એડમિટ કાર્ડ (પેપર 1 માટે) બહાર પાડ્યું છે. એજન્સીએ 2 અને 4 એપ્રિલની પરીક્ષાની તારીખો માટે એડમિટ કાર્ડ બહાર પાડ્યા છે. આ તારીખો પર પરીક્ષા આપનારા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ jeemain.nta.nic.in ની મુલાકાત લઈને તેના એડમિટ કાર્ડ ચેક અને ડાઉનલોડ કરી શકે છે.

App Store

એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે ઉમેદવારોએ તેમના એપ્લિકેશન નંબર, પાસવર્ડ અને સિક્યોરીટી પિનનો ઉપયોગ કરવો પડશે.

એડમિટ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું?

  • સૌ પ્રથમ સત્તાવાર વેબસાઈટ jeemain.nta.nic.in પર જાઓ.
  • હવે હોમપેજ પર 'JEE Mains 2026 સેશન 2 એડમિટ કાર્ડ' લિંક પર ક્લિક કરો.
  • એક અલગ વિન્ડો ખુલશે, તેમાં જરૂરી વિગતો દાખલ કરો.
  • આ પછી તમારી સ્ક્રિન પર એડમિટ કાર્ડ જોવા મળશે.
  • તમે તમારું એડમિટ કાર્ડ ચેક કરીને ડાઉનલોડ કરી શકો છો.

સત્તાવાર નોટિફિકેશન અનુસાર, ઉમેદવારોએ એ પણ ખાતરી કરવી જોઈએ કે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરતી વખતે તેમાં QR કોડ અને બારકોડ હોય. બધા ઉમેદવારોએ ઓનલાઈન અરજી ફોર્મમાં અપલોડ કરેલું ફોટો ID સાથે રાખવું પડશે.

2 અને 4 એપ્રિલ, 2026ના રોજ યોજાનારી પરીક્ષા (પેપર 1 માટે) બે શિફ્ટમાં લેવામાં આવશે. પ્રથમ શિફ્ટ સવારે 9:00થી બપોરે 12:00 વાગ્યા સુધી અને બીજી શિફ્ટ બપોરે 3:00 થી સાંજના  6:00 વાગ્યા સુધી રહેશે. ઉમેદવારોએ લેટેસ્ટ અપડેટ માટે સત્તાવાર વેબસાઈટ ચેક કરવી જોઈએ.