Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / કારકિર્દી : Indian Army Agniveer Recruitment last date Extended

VIDEO: ઈન્ડિયન આર્મીમાં અગ્નિવીર ભરતીની છેલ્લી તારીખ લંબાવવામાં આવી, હવે આ દિવસ સુધી ભરી શકાશે ફોર્મ

Timeછેલ્લું અપડેટ : 02 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

જો તમે ઈન્ડિયન આર્મીમાં અગ્નિવીર ભરતી માટે અરજી કરવામાં રસ ધરાવો છો, તો આ સમાચાર તમારા માટે છે. આર્મી અગ્નિવીર ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારો જે કોઈ કારણોસર આ ભરતી માટે હજુ સુધી અરજી નથી કરી શક્યા તેઓ હવે સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈ શકે છે અને પોતાનું અરજી ફોર્મ ભરી શકે છે.

App Store

તારીખ લંબાવવામાં આવી

હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે ઉમેદવારો ક્યાર સુધી અરજી કરી શકે છે? અગ્નિવીર ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 10 એપ્રિલ, 2026 છે. તેથી, ઉમેદવારો 10 એપ્રિલ સુધી અરજી કરી શકે છે.

અરજી કેવી રીતે કરવી?

  • સૌ પ્રથમ સત્તાવાર વેબસાઈટની મુલાકાત લો.
  • આ પછી  હોમપેજ પર સંબંધિત લિંક પર ક્લિક કરો.
  • હવે નવા પેજ પર તમારું રજીસ્ટ્રેશન કરાવો.
  • રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી અરજી ફોર્મ ભરો.
  • અરજી ફોર્મ ભર્યા પછી તેને સબમિટ કરો.
  • ફોર્મ સબમિટ કર્યા પછી કન્ફર્મેશન પેજ ડાઉનલોડ કરો.
  • છેલ્લે ફોર્મની પ્રિન્ટ કાઢી લો.

અરજી ફી કેટલી છે?

આ ભરતી માટે અરજી કરનારા જનરલ, OBC અને EWS કેટેગરીના ઉમેદવારોએ 250 રૂપિયા અરજી ફી ચૂકવવાની રહેશે. ફી ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને નેટ બેંકિંગ દ્વારા ચૂકવી શકાય છે. ઉમેદવારોને કોઈપણ લેટેસ્ટ અપડેટ્સ માટે સત્તાવાર વેબસાઈટ પર ચેક કરવાની સલાહ આપવામાં આવે છે.