Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / કારકિર્દી : Admit cards released for the Railway NTPC UG exam

VIDEO: રેલ્વે NTPC UG પરીક્ષા માટેના એડમિટ કાર્ડ બહાર પાડવામાં આવ્યા, આ રીતે કરો ડાઉનલોડ

Timeછેલ્લું અપડેટ : 11 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

RRB NTPC અંડરગ્રેજ્યુએટ CBT 1 પરીક્ષામાં બેસનારા ઉમેદવારો માટે એડમિટ કાર્ડ બહાર પાડવામાં આવ્યા છે. અરજદારો તેમના રેલ્વે ઝોનની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈને તેમનું RRB NTPC UG એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે.

App Store

લિંક્સ SMS અને ઇમેઇલ દ્વારા પણ ઉપલબ્ધ રહેશે

રેલ્વેએ ઉમેદવારોના રજિસ્ટર્ડ ઈમેઇલ અને મોબાઈલ નંબર પર SMS દ્વારા એડમિટ કાર્ડની સીધી લિંક પણ મોકલી છે. અરજદારો તે લિંક પર ક્લિક કરીને અને તેમની લોગિન વિગતો દાખલ કરીને સીધી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકે છે.

આ રીતે કરો ડાઉનલોડ

  • એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલા સત્તાવાર વેબસાઈટની મુલાકાત લો.
  • વેબસાઈટના હોમ પેજ પર એક્ટિવ એડમિટ કાર્ડ લિંક પર ક્લિક કરો.
  • આ પછી, લોગિન આઈડી (રજીસ્ટ્રેશન નંબર, પાસવર્ડ/તારીખ અને જન્મ) દાખલ કરીને સબમિટ કરો
  • એડમિટ કાર્ડ હવે તમારી સ્ક્રીન પર ખુલશે, જ્યાં તમે તેને ડાઉનલોડ અને પ્રિન્ટ કરી શકો છો.

પરીક્ષા આ તારીખો પર લેવામાં આવશે.

NTPC UG CBT 1 પરીક્ષા 7, 8 અને 9 મેના રોજ લેવામાં આવી હતી. બાકીના ઉમેદવારો માટે પરીક્ષા 13, 14, 15, 16 અને 20 જૂન, 2026ના રોજ લેવામાં આવશે.

પરીક્ષા દરરોજ ત્રણ શિફ્ટમાં લેવામાં આવશે. પ્રથમ શિફ્ટ સવારે 9:00થી 10:30 સુધી, બીજી શિફ્ટ બપોરે 12:45થી 2:15 સુધી અને ત્રીજી શિફ્ટ સાંજે 4:00થી 6:30 સુધી રહેશે.

પરીક્ષા પેટર્ન

RRB NTPC UG CBT પરીક્ષાના પ્રશ્નપત્રમાં 100 પ્રશ્નો હશે. આમાંથી 40 પ્રશ્નો જનરલ અવેરનેસ, 30૦ ગણિત અને 30 પ્રશ્નો જનરલ ઈન્ટેલિજન્સ અને રિઝનિંગના હશે. ઉમેદવારોને પ્રશ્નપત્ર પૂર્ણ કરવા માટે 90 મિનિટનો સમય આપવામાં આવશે. દરેક ખોટા જવાબ માટે 1/3 માર્ક્સ કાપવામાં આવશે.