Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Will UPI payments be charged now? RBI Governor Sanjay Malhotra's big statement amid rumours

VIDEO: શું હવે UPI પેમેન્ટ પર લાગશે ચાર્જ? અફવાઓ વચ્ચે RBI ગવર્નર સંજય મલ્હોત્રાનું મોટું નિવેદન

Timeછેલ્લું અપડેટ : 06 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સંસદમાં હાલમાં જ રજૂ થયેલા નવા વિધેયક બાદ યુપીઆઈ (UPI) ટ્રાન્ઝેક્શન પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાગુ કરવાના પ્રસ્તાવને લઈને દેશભરમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ નવા પ્રસ્તાવ મુજબ 2000 રૂપિયાથી વધુના પેમેન્ટ પર ચાર્જ લાગવાની વાત સામે આવી છે. જેને લઈને સામાન્ય નાગરિકોમાં મૂંઝવણ અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ વાસ્તવિકતા આનાથી કંઈક અલગ છે.

App Store

RBI ગવર્નરનું નિવેદન અને સ્પષ્ટતા

આ મામલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ના ગવર્નર સંજય મલ્હોત્રાએ સ્પષ્ટ કર્યું છે કે હાલના તબક્કે આ અંગે કોઈ પણ નિવેદન આપવું ખૂબ જ ઉતાવળભર્યું સાબિત થશે. પેમેન્ટ સિસ્ટમ અને સંશોધનો પર હજુ ઉચ્ચ સ્તરીય વિચાર-વિમર્શ ચાલી રહ્યો છે. તેમણે જણાવ્યું કે ઇલેક્ટ્રોનિક પેમેન્ટ સિસ્ટમનો ખર્ચ કોઈકે તો ઉઠાવવો જ પડે છે, પરંતુ RBIનું મુખ્ય ધ્યાન ડિજિટલ લેવડ-દેવડને સુરક્ષિત અને વધુમાં વધુ પ્રોત્સાહન આપવા પર જ છે.

સામાન્ય ગ્રાહકો પર નહીં પડે કોઈ વધારાનો બોજ

આ નવા વિધેયક અને પ્રસ્તાવને લઈને સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની ભ્રામક માહિતી ફેલાઈ રહી છે, પરંતુ હકીકત એ છે કે આ નિયમ માત્ર વેપારીઓ અને મોટા વ્યવસાયિક સંસ્થાનો માટે જ છે. દૂધ, શાકભાજી, કરિયાણા અને ઓટો-ટેક્સીના સામાન્ય રોજિંદા વ્યવહારો પર તેની કોઈ જ અસર નહીં થાય. ગ્રાહકો અગાઉની જેમ જ 1 લાખ રૂપિયા સુધીની દૈનિક મર્યાદામાં નિશ્ચિંત થઈને પેમેન્ટ કરી શકશે.

માત્ર પાંચ ટકા મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન પર થશે લાગુ

આપણા દેશમાં થતા કુલ ડિજિટલ વ્યવહારોમાંથી 95 ટકા ટ્રાન્ઝેક્શન 2000 રૂપિયાની મર્યાદાથી ઓછા હોય છે, જ્યારે માત્ર 5 ટકા ટ્રાન્ઝેક્શન જ આ મર્યાદાથી ઉપર થાય છે. તેથી આ પ્રસ્તાવિત શુલ્ક માત્ર તે મર્યાદિત વેપારી વ્યવહારો પર જ લાગુ પડશે. આ શુલ્ક 0.25 ટકાથી 0.4 ટકા સુધી હોઈ શકે છે, પરંતુ તેના અમલીકરણ અને સમયસીમા અંગે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.

ટોપિક્સ:GSTV NewsGujarati News