VIDEO: ચીને અમેરિકા પર કરી મોટી આથિક કાર્યવાહી, શું બંને રાષ્ટ્રના સંબંધો ફરી ખરાબ થશે?
સોર્સ : gstv
ચીને અમેરિકા વિરુદ્ધ આર્થિક કાર્યવાહીની જાહેરાત કરી છે. છ અમેરિકન કંપનીઓને બ્લેકલિસ્ટમાં મૂકીને ડ્રોન અને તેના ઘટકોની નિકાસ પર પ્રતિબંધ આકરા કર્યા છે. આ પગલાં યુએસ દ્વારા લાદવામાં આવેલા નવા ટેરિફ અને પ્રતિબંધોને પગલે લેવાયા છે. વાણિજ્ય મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે અમેરિકી પગલાં ચીનના હિતોને નુકસાન પહોંચાડે છે. બ્લેકલિસ્ટ કરાયેલી કંપનીઓએ શિનજિયાંગ સંબંધિત ગેરકાયદેસર પ્રતિબંધોને સમર્થન આપ્યું હોવાનો આક્ષેપ છે. ચીને ઓફિસ સાધનોની આયાત પર રાષ્ટ્રીય સુરક્ષા તપાસ પણ શરૂ કરી છે.

