Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : whatsapp new ceo what is kunal shah cred business what is networth

અમદાવાદમાં જન્મેલો છોકરો બન્યો Whatsappનો નવો CEO, ન તો IITની ડિગ્રી કે ન તો IIMમાંથી કર્યો છે અભ્યાસ

Timeછેલ્લું અપડેટ : 23 Jun 2026
લાઇવ ટીવીGoogle News
અમદાવાદમાં જન્મેલો છોકરો બન્યો Whatsappનો નવો CEO, ન તો IITની ડિગ્રી કે ન તો IIMમાંથી કર્યો છે અભ્યાસ
સોર્સ : GSTV

WhatsApp CEO Kunal Shah Success Story: દુનિયાની દિગ્ગજ ગ્લોબલ કંપનીઓની કમાન સંભાળી રહેલા ભારતીય CEOની યાદીમાં એક નવું નામ ઉમેરાયું છે. ભારતીય સ્ટાર્ટઅપ ફાઉન્ડર કુણાલ શાહ (Kunal Shah) હવે વૉટ્સએપ (WhatsApp)ના ગ્લોબલ હેડ બનવા જઈ રહ્યા છે. Meta એ વૉટ્સએપની કમાન કુણાલના હાથમાં સોંપી છે. કુણાલ પાસે ન તો IITની ડિગ્રી છે કે ન તો તેઓ IIMમાંથી ભણ્યા છે. એક સામાન્ય પરિવારમાંથી આવતા કુણાલ કૉલેજ ડ્રોપઆઉટ છે, જેઓ હવે વૉટ્સએપના બોસ બનવા જઈ રહ્યા છે.

App Store

૩૦ મે ૧૯૭૯ના રોજ અમદાવાદમાં જન્મેલા કુણાલ શાહ મુંબઈમાં ઉછર્યા છે. તેમના પિતા દવાની દુકાન ચલાવતા હતા. તેમનો કોઈ બિઝનેસ બેકગ્રાઉન્ડ નહોતો. કુણાલ નાનપણમાં જ સમજી ગયા હતા કે તેમની જિંદગી સરળ નથી રહેવાની. તેમણે પોતાના ઘણા ઈન્ટરવ્યુમાં જણાવ્યું પણ છે કે તેમના પરિવારે આર્થિક સંકટ અને લગભગ નાદારી (દિવાળિયાપણું) જેવી પરિસ્થિતિઓનો સામનો કર્યો છે. તેમણે નાની ઉંમરે જ પૈસાનું મહત્વ સમજી લીધું હતું.

કૉલેજ ડ્રોપઆઉટ સંભાળશે whatsappની કમાન

કુણાલ પાસે આઈઆઈટી, આઈઆઈએમ કે કોઈ વિદેશની ડિગ્રી નથી, તેમણે મુંબઈની વિલ્સન કૉલેજમાંથી ફિલોસોફી (દર્શનશાસ્ત્ર)માં ગ્રેજ્યુએશન કર્યું છે. તેમણે MBA કોર્સમાં એડમિશન લીધું હતું, પરંતુ કોર્સ વચ્ચેથી જ છોડીને પરિવારની જરૂરિયાતો પૂરી કરવા માટે કામ કરવાનું શરૂ કરી દીધું. કુણાલ શાહે ૧૬ વર્ષની ઉંમરે જ ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે નોકરી કરી. ડિલિવરી બોયની નોકરી કરી. એટલું જ નહીં, પરિવારને આર્થિક રીતે મદદ કરવા માટે તેમણે મહેંદીના કોન બનાવીને પણ વેચ્યા, પાયરેટેડ સીડી વેચી, ટ્યુશન ક્લાસ ચલાવ્યા અને સાયબર કાફે પણ ખોલ્યો. કુણાલ કોઈ પણ કામને નાનું નહોતા સમજતા અને તેમની આ જ વિચારસરણી આજે તેમને આ મુકામ પર લઈ આવી છે.

પિતા પાસેથી શીખ્યા બિઝનેસના પાઠ

કુણાલ શાહ જ્યારે ૫મા ધોરણમાં હતા, ત્યારથી જ તેઓ પિતાની દવાની દુકાનમાં કામ કરતા હતા. તેમને દુકાનમાં દવા વેચવાથી લઈને બેંકમાં પૈસા જમા કરાવવા સુધીના તમામ કામ તેમના પિતાએ શીખવ્યા હતા. બદલામાં તેમને ૫ રૂપિયા મળતા હતા. અહીંથી જ તેમને બિઝનેસના પાઠ શીખવાની તક મળી. વર્ષ ૨૦૦૯માં તેમણે કેશબેક પ્રમોશન કંપની PaisaBackની શરૂઆત કરી. બાદમાં તેને બદલીને FreeCharge લોન્ચ કર્યું. ફ્રીચાર્જ દ્વારા લોકોને મોબાઈલ રિચાર્જ બરાબરની કિંમતના ડિસ્કાઉન્ટ કૂપન્સ મળતા હતા. કન્સેપ્ટ નવો હતો અને લોકોને મફતમાં ફાયદો મળી રહ્યો હતો, તેથી લોકો ધડાધડ ફ્રીચાર્જ એપ ડાઉનલોડ કરવા લાગ્યા. જોતજોતામાં FreeCharge ભારતની સૌથી પ્રખ્યાત ઈન્ટરનેટ કંપનીઓમાં સામેલ થઈ ગઈ. આ સાથે જ કુણાલ શાહનું નામ ભારતના ઝડપથી ઉભરતા સ્ટાર્ટઅપ ફાઉન્ડર તરીકે મશહૂર થવા લાગ્યું. બાદમાં વર્ષ 2015માં Snapdeal એ FreeChargeને 400 મિલિયન ડોલરમાં ખરીદી લીધું. 2800 કરોડ રૂપિયાની આ ડીલ તે સમયે ભારતીય સ્ટાર્ટઅપ જગતની સૌથી મોટી ડીલ તરીકે ઓળખાઈ હતી.

કેવી રીતે થઈ CREDની શરૂઆત, શું કરે છે આ કંપની?

વર્ષ ૨૦૧૮માં કુણાલે CRED લોન્ચ કર્યું. CREDનો કન્સેપ્ટ બિલકુલ યુનિક હતો. તેમનો ફોકસ એ વાત પર હતો કે જે લોકો આર્થિક રીતે જવાબદાર છે, પોતાની નાણાકીય જવાબદારીઓ યોગ્ય રીતે નિભાવે છે, તેમને કોઈ ઈનામ કેમ નથી મળતું? આ જ વિચાર સાથે તેમણે CRED લોન્ચ કર્યું, જેનો હેતુ તે લોકોને રિવોર્ડ્સ (ઈનામ) આપવાનો છે જેઓ સમયસર પોતાના ક્રેડિટ કાર્ડનું બિલ ભરે છે. શરૂઆતમાં લોકોએ CREDના આ કન્સેપ્ટની મજાક પણ ઉડાવી હતી, પરંતુ કુણાલ જાણતા હતા કે લોકો તેને પસંદ કરશે. લોકોને એ સમજાતું નહોતું કે રિવોર્ડ આપનારી CRED પૈસા કેવી રીતે કમાય છે? કુણાલને પોતાના નિર્ણય પર ભરોસો હતો, અને આ જ કારણ છે કે આજે CREDના આશરે ૧.૭ કરોડ મેમ્બર્સ છે અને તેમનું વાર્ષિક રેવન્યુ (એન્યુઅલ રેવન્યુ) આશરે ૩૨૦૦ કરોડ રૂપિયાથી વધુ છે. હવે રિવોર્ડની સાથે CREDમાં પેમેન્ટ, લેન્ડિંગ (લોન), ઈન્સ્યોરન્સ, વેલ્થ મેનેજમેન્ટ જેવી ઘણી સેવાઓ જોડાઈ ચૂકી છે. તાજેતરમાં જ Meta એ CREDમાં ૯૦૦ મિલિયન ડોલરનું રોકાણ કર્યું છે. તેમની કંપનીનું વેલ્યુએશન ૪.૫ અબજ ડોલર પર પહોંચી ગયું છે.

કેટલી છે કુણાલ શાહની સંપત્તિ?

કુણાલ શાહ માત્ર ફાઉન્ડર નથી પરંતુ રોકાણકાર પણ છે. તેમની ઓળખ (Angel Investor) તરીકે પણ થાય છે. કુણાલે આશરે ૪૦-૫૦ કંપનીઓમાં પૈસા રોક્યા છે, જેમાં Go-Jek, Unacademy, Innov8, Spinny, Razorpay જેવા ડઝનબંધ નામો સામેલ છે. ઘણી બધી કંપનીઓમાં હિસ્સેદારી ધરાવતા કુણાલ શાહની અંદાજિત સંપત્તિ આશરે ૧૫૦૦૦ કરોડ રૂપિયા છે.