Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Tejas Fighter Jet, important things related to this light aircraft

Business News: તેજસ ફાઇટર જેટ,આ હળવા એરક્રાફ્ટથી જોડાયેલી મહત્ત્વની વાત

Timeછેલ્લું અપડેટ : 21 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Business News: તેજસ ફાઇટર જેટ,આ હળવા એરક્રાફ્ટથી જોડાયેલી મહત્ત્વની વાત
સોર્સ : GSTV

ભારતમાં વિકસિત LCA Tejas એક 4.5 જનરેશનનું મલ્ટીરોલ ફાઇટર એરક્રાફ્ટ છે. તેજસનું ઉત્પાદન જાહેર ક્ષેત્રની કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) દ્વારા કરવામાં આવે છે. તેની સત્તાવાર વેબસાઇટ અનુસાર, તેજસ ફાઇટર જેટ ઓફેન્સિવ એર સપોર્ટ, ક્લોઝ કોમ્બેટ, ગ્રાઉન્ડ એટેક મિશન, તેમજ ગ્રાઉન્ડ અને મેરિટાઇમ ઓપરેશનને સરળતાથી અંજામ આપી શકે છે. તેજસની તાકાત, આધુનિક ટેક્નિક અને વિશ્વસનીય પ્રદર્શન માટે ઇન્ડિયન એરફોર્સ અને નેવીમાં મહત્ત્વપૂર્ણ સાબિત થઈ રહ્યું છે. તો ચાલો જાણીએ હળવા એરક્રાફ્ટ તેજસ ફાઇટર જેટ સાથે જોડાયેલી મહત્ત્વની વાત.

App Store

તેજસના મુખ્ય પ્રકારો (ઉત્પાદન અને વિકાસમાં)

- ઇન્ડિયન એરફોર્સ માટે સિંગલ સીટર ફાઇટર

- ઇન્ડિયન નેવી માટે સિંગલ સીટર ફાઇટર

- ઇન્ડિયન એરફોર્સ માટે ટ્વીન સીટર ટ્રેનર એરક્રાફ્ટ

- ઇન્ડિયન નેવી માટે ટ્વીન સીટર ટ્રેનર વર્ઝન 

આ બધા પ્રકારો સંબંધિત ઓપરેશનલ અને તાલીમ ઉદ્દેશ્યોને અનુરૂપ અત્યાધુનિક ક્ષમતાઓ સાથે વિકસાવવામાં આવી રહ્યા છે.

LCA Mk1A: Tejasનું સૌથી ઉન્નત અને હાઇ-ટેક વર્ઝન

LCA Tejasનું Mk1A વર્ઝન એ અત્યારસુધીનું સૌથી ઍડ્વાન્સ મોડલ છે. જેમાં આધુનિક યુદ્ધ ક્ષમતાને ધ્યાનમાં રાખીને અનેક નવી ટેક્નિકનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેના મુખ્ય ફિચર્સ નીચે પ્રમાણે છે:

- વધારે રેન્જ અને વધુ ચોકસાઈ માટે AESA (એક્ટિવ ઈલેક્ટ્રોનિકલી સ્કેન્ડ એરે) રડાર

- રડાર ચેતવણી અને સેલ્ફ-પ્રોટેક્શન જેમિંગ ક્ષમતા માટે ઍડ્વાન્સ્ડ ઈલેક્ટ્રોનિક વોરફેર (EW)સૂટ 

- ડિજિટલ મેપ જનરેટર (DMG)

- સ્માર્ટ મલ્ટી-ફંક્શન ડિસ્પ્લે (SMFD)

- કમ્બાઇન્ડ ઇન્ટરોગેટર એન્ડ ટ્રાન્સપોન્ડર (CIT)

- ઉન્નત રેડિયો અલ્ટીમીટર અને અનેક અત્યાધુનિક એવિયોનિક્સ અને સુરક્ષા ફીચર્સ

Mk1Aની ટેક્નિક તેજસને આધુનિક યુદ્ધક્ષેત્રની ચેતવણીનો સામનો કરવામાં વધુ સક્ષમ બનાવે છે.

તેજસ ફાઇટર જેટની વિશેષતા

લંબાઈ 13.2 m
પહોળાઈ     8.2 m
ઊંચાઈ 4.4 m
મહત્તમ ટેકઓફ વજન  13,500 Kg
એન્જિન    GE F404-IN20 એન્જિન થ્રસ્ટ    (A/B) 85 KN
G લિમિટ    8g  -3.5g
મહત્તમ સ્પિડ     1.6 Mach
સર્વિસ સિલિંગ     50,000 ફૂટ
હાર્ડ પોઇન્ટની સંખ્યા 9


તેજસ સ્વદેશી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જે ઇન્ટર ઓપરેબિલિટી, સ્કેલેબિલિટી અને પોર્ટેબિલિટી પ્રદાન કરે છે. બોમ્બ અને મિસાઇલ જેવા લાંબા અંતરના હથિયારને લઈ જવા માટે તેજસ કેપેસિટી વધારે છે. તેજસમાં 9 હાર્ડપોઇન્ટ છે અને તે જરૂરી ચોકસાઈ સાથે લાંબા અંતરના BVR અને WVR મિસાઇલો, બોમ્બ અને અન્ય હથિયારો ચોકસાઈથી ફાયર કરી શકે છે. શુક્રવારે, દુબઈમાં એક એર શો દરમિયાન તેજસ ફાઇટર જેટ ક્રેશ થતાં પાઇલટનું મોત થયું હતું.