Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Tata Group shares bounce back, Sensex crosses 78000; TCS rose 1%

ટાટા ગ્રુપના શેરોમાં રિકવરીથી બજારમાં ચમક પાછી ફરી, સેન્સેક્સ 78000ને પાર; TCS 1% ઉછળ્યો

Timeછેલ્લું અપડેટ : 13 Aug 2026
લાઇવ ટીવીGoogle News
ટાટા ગ્રુપના શેરોમાં રિકવરીથી બજારમાં ચમક પાછી ફરી, સેન્સેક્સ 78000ને પાર; TCS 1% ઉછળ્યો
સોર્સ : gstv

ટાટા ગ્રુપ અને મજબૂત પરિણામો ધરાવતા શેરોના દમ પર બજારમાં ગુરુવારે નીચલા સ્તરેથી સારી રિકવરી જોવા મળી હતી. બેન્ચમાર્ક ઇન્ડેક્સ દિવસના સર્વોચ્ચ સ્તરે બંધ થયા છે. બીએસઈ સેન્સેક્સ 113 પોઈન્ટની મજબૂતી સાથે 78,079 પર બંધ થયો હતો, જ્યારે સવારે ઇન્ડેક્સની શરૂઆત 78,111.91 પર થઈ હતી. ટ્રેડિંગ સેશન દરમિયાન ઇન્ડેક્સે 77,665.89 નું નીચલું સ્તર પણ સ્પર્શ્યું હતું.

ટાટા ગ્રુપના શેરોએ ઉત્સાહ ભર્યો

એનએસઈ નિફ્ટી 50 નજીવા ઘટાડા સાથે બંધ થયો છે. ઇન્ડેક્સ 40 પોઈન્ટના ઘટાડા સાથે 24,395 પર બંધ થયો હતો, જેણે ઇન્ટ્રાડેમાં 24,431 ની હાઈ પણ બનાવી હતી. બજારમાં ઉત્સાહ ભરવાનું કામ ટાટા ગ્રુપના શેરોએ કર્યું. નિફ્ટી 50 માં સામેલ ટાટા કન્ઝ્યુમર અને ટાટા મોટર્સના શેર 2 થી 2.6 ટકા વધીને બંધ થયા છે. આઈટી ક્ષેત્રની દિગ્ગજ કંપની ટીસીએસ પણ 1 ટકાથી વધુ ઉછળી હતી.

App Store

મેટલની ચમક પડી ફીકી

સેક્ટોરલ પર્ફોર્મન્સ પર નજર કરીએ તો રિયલ્ટી, એફએમસીજી અને આઈટી તેજીમાં સૌથી આગળ રહ્યા હતા. નિફ્ટી પર આઈટી, એફએમસીજી અને રિયલ્ટી ઈન્ડેક્સ અડધાથી એક ટકા વધીને બંધ થયા છે. બીજી તરફ, સતત તેજી દર્શાવતું મેટલ સેક્ટર સૌથી વધુ તૂટ્યું હતું. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 1 ટકાથી વધુ તૂટીને બંધ થયો હતો.

મીડ કેપમાં નજીવો ઘટાડો, સ્મોલ કેપમાં તેજી

બ્રોડર માર્કેટની વાત કરીએ તો, નિફ્ટી મિડકેપ ઈન્ડેક્સમાં 0.15 ટકાનો નજીવો ઘટાડો અને નિફ્ટી સ્મોલકેપ ઈન્ડેક્સમાં 0.27 ટકાનો વધારો નોંધાયો હતો.

આજે સેન્સેક્સના ટોપ ગેનર્સમાં ટાટા મોટર્સનો સમાવેશ થાય છે. નોમુરા દ્વારા અપગ્રેડ અને મજબૂત પરિણામોના દમ પર આ શેર 1.82% સુધી ઉછળ્યો હતો. બજારમાં મજબૂત ખરીદારીને કારણે આ ઇટરનલના શેરમાં 1.76%નો વધારો જોવા મળ્યો હતો. એફએમસીજી સેક્ટરમાં આવેલી તેજી વચ્ચે હિન્દુસ્તાન લીવરના શેર 1.21% વધ્યો હતો. ટાટા ગ્રુપના શેરોમાં આવેલી રિકવરીને કારણે ટાટા કન્ઝયુમર પ્રોડક્ટ્સના શેરમાં 2.69% ની શાનદાર તેજી નોંધાઈ હતી.

ટોપ લૂઝર્સમાં અલ્ટ્રાટેક સિમેન્ટનો શેર 1.74 ટકા ઘટ્યો હતો. આઇસીઆઇસીઆઇ બેન્કનો શેર 1.48 ટકા અને ટાટા સ્ટીલનો શેર 1.33 ટકા ઘટીને બંધ રહ્યો હતો. 

આજના બજારના ઉતાર-ચઢાવ અને ક્લોઝિંગ પર વિવિધ બ્રોકરેજ હાઉસ અને માર્કેટ એક્સપર્ટ્સે નીચે મુજબના મહત્વના ઓપિનિયન આપ્યા છે:

૧. બજારમાં 'મિક્સ સેન્ટિમેન્ટ' અને નીચલા સ્તરેથી રિકવરી

એક્સપર્ટ્સના મતે, આજના ટ્રેડિંગ સેશનમાં બજારમાં 'મિક્સ સેન્ટિમેન્ટ' (મિશ્ર વલણ) જોવા મળ્યું હતું. સેન્સેક્સ ભલે પોઝિટિવ બંધ રહ્યો, પણ નિફ્ટીમાં નજીવો ઘટાડો હતો. જો કે, દિવસના નીચલા સ્તરેથી માર્કેટે જે શાનદાર રિકવરી બતાવી છે, તે દર્શાવે છે કે સ્થાનિક રોકાણકારોનો ભરોસો હજુ પણ મજબૂત છે.
 
૨. મેક્રો ઇકોનોમિક હેડવિન્ડ્સ

માર્કેટ વિશ્લેષકોના મતે ત્રણ કારણોસર બજાર પર દબાણ આવ્યું હતું

* મોંઘવારીનો આંકડો: ભારતનો જુલાઈ મહિનાનો રિટેલ ફુગાવો વધીને ૪.૪૫% એટલે કે ૧૯ મહિનાની ઊંચી સપાટીએ આવતા રોકાણકારો થોડા સાવચેત બન્યા હતા. 

* ભૌગોલિક તણાવ: મધ્ય પૂર્વમાં યુએસ-ઈરાન વાટાઘાટોમાં ચાલી રહેલી અનિશ્ચિતતા વૈશ્વિક બજારને પ્રભાવિત કરી રહી છે. 

* કાચા તેલના ભાવ: બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવ ૮૭-૮૮ પ્રતિ બેરલ ની આસપાસ રહેતા એનર્જી કોસ્ટ પર નજર રાખવી જરૂરી બની છે. 

 ૩. ઇન્ડિયા VIX અને માર્કેટ સ્ટેબિલિટી

એક્સપર્ટ્સે એક પોઝિટિવ સંકેત એ આપ્યો છે કે India VIX (વોલેટિલિટી ઇન્ડેક્સ) ૨.૦૫% ઘટીને ૧૧.૪૫ ની આસપાસ આવી ગયો છે. આ આંકડો દર્શાવે છે કે આગામી દિવસોમાં બજારમાં મોટી અસ્થિરતા ઘટી શકે છે અને સ્થિરતા આવી શકે છે. 

૪. ટેકનિકલ વ્યુ અને આગામી સ્તરો

ટેકનિકલ એનાલિટ્સના મતે, નિફ્ટી 50 અને બેન્ક નિફ્ટી ચાર્ટ પર 'બુલીશ હેમર' જેવી પેટર્ન બનાવી રહ્યા છે. 

* નિફ્ટી સપોર્ટ અને રેઝિસ્ટન્સ: નિફ્ટી માટે તાત્કાલિક સપોર્ટ ૨૪,૩૦૦ - ૨૪,૨૭૦ ની રેન્જમાં છે. જો નિફ્ટી ૨૪,૫૭૫ - ૨૪,૬૦૦ ના સ્તરને પાર કરશે, તો તે ૨૪,૭૫૦ અને ૨૪,૯૦૦ તરફ આગળ વધી શકે છે.

* સેન્સેક્સ વ્યુ: સેન્સેક્સ જ્યાં સુધી ૭૭,૮૦૦ ની ઉપર ટકેલો રહેશે ત્યાં સુધી તેજીનું માળખું જળવાઈ રહેશે. 

 રોકાણકારો માટે સલાહ

એક્સપર્ટ્સ અત્યારે કોઈ પણ ઉતાવળિયા ટ્રેડિંગથી બચવાની અને સાપ્તાહિક ક્લોઝિંગ પર નજર રાખવાની સલાહ આપી રહ્યા છે. કંપનીઓના પ્રથમ ક્વાર્ટર પરિણામો મજબૂત આવી રહ્યા હોવાથી લાંબા ગાળાના રોકાણ માટે ક્વોલિટી સ્ટોક્સ ખાસ કરીને આઈટી અને એફએમસીજી પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.