Stock news today: અઠવાડિયાના પ્રથમ કારોબારી દિવસે બજાર ધડામ, સેન્સેક્સ 119 અંક તૂટ્યો, નિફ્ટી 25100ની નીચે

Stock news today: સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ભારતીય બજાર રેડ ઝોનમાં બંધ થયું હતું. 30 શેર્સ ધરાવતો બીએસઈ સેન્સેક્સ 118.96 અંક તૂટીને 81,785.74 અંક પર બંધ થયો, જ્યારે એનએસઈ નિફ્ટી 44.80 તૂટીને 25,069.20 અંક પર આવ્યો હતો.
આઈટી તેમજ ઓટો શેર્સમાં તાજેતરમાં થયેલા પ્રોફિટ બુકિંગને લીધે સોમવારે ઉતાર-ચઢાણ ભર્યા કારોબાર પછી શેર બજાર ઘટાડા સાથે બંધ થયું. બેંચમાર્ક સેન્સેક્સ આશરે 119 અંક તૂટયું અને નિફ્ટીમાં 8 દિવસની ચાલી રહેલી તેજીનો ક્રમ અટકી પડયો હતો.
વિશ્વલેષકો અનુસાર રોકાણકાર બજારથી અંતર રાખે કારણ કે, બજાર આ સપ્તાહે અમેરિકી ફેડરલ રિઝર્વની નીતિ બેઠકના પરિણામની પ્રતીક્ષા કરી રહ્યા હતા. અમેરિકી ડોલરની સરખામણીએ રૂપિયો 6 પૈસા વધીને 88.20 પર બંધ થયો.30 શેર્સ ધરાવતો બીએસઈ સેન્સેક્સ 118.96 અંક અથવા 0.15 ટકા ઘટીને 81,785.74 અંક પર બંધ થયો. ટ્રેડિંગ દરમિયાન, તે 81,998.51ની ઊંચી સપાટી અને 81,744.70ની નીચી સપાટીને સ્પર્શ્યો. 50 શેરોવાળો NSE નિફ્ટી 44.80 પોઈન્ટ અથવા 0.18 ટકા ઘટીને 25,069.20 પર બંધ થયો.
સેન્સેક્સ કંપનીઓની સ્થિતિ
સેન્સેક્સ કંપનીઓમાં, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એશિયન પેઇન્ટ્સ, ઇન્ફોસિસ, ટાઇટન, સન ફાર્મા, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ, ટેક મહિન્દ્રા અને પાવર ગ્રીડ મુખ્ય ઘટાડાનો સામનો કરી રહ્યા હતા. બજાજ ફાઇનાન્સ, એટરનલ, અલ્ટ્રાટેક સિમેન્ટ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ નફામાં હતા.
યુરોપિયન બજારમાં તેજી જોવા મળી
એશિયન બજારોમાં દક્ષિણ કોરિયાનો કોસ્પી અને હોંગકોંગનો હેંગસેંગ પોઝિટિવ રીતે બંધ થયો, જ્યારે શાંઘાઈનો એસએસઈ કંપોઝિટ ઈન્ડેક્સ ઘટાડાની સાથે બંધ થયો હતો. જાપાનનું શેરબજાર રજાને લીધે બંધ રહ્યું. યુરોપનું બજાર મોટાભાગ ઉંચા મથાળે કારોબાર કરી રહ્યું હતું. શુક્રવારે અમેરિકી બજાર મિક્સ વલણની સાથે બંધ થયું હતું.
ફેડ પોલિસી મીટિંગ પહેલા રોકાણકારો સાવધ
મળતી માહિતી અનુસાર, અમેરિકાની ફેડ પોલિસી મીટિંગ પહેલા રોકાણકારો સાવધ રહ્યા હોવાથી બેન્ચમાર્ક સૂચકાંકો લગભગ યથાવત રહ્યા હતા. ગયા સપ્તાહની તેજી પછી આઈટી ઈન્ડેક્સમાં નફો બુકિંગ જોવા મળ્યું હતું. જોકે, 25-bps વ્યાજ દરમાં ઘટાડો મોટે ભાગે અસરકારક છે. પરંતુ બજારો બોન્ડ યીલ્ડની દિશા માપવા માટે ભવિષ્યના વ્યાજ દરો પર માર્ગદર્શનની રાહ જોઈ રહ્યા છે.
તેમણે કહ્યું કે મજબૂત સ્થાનિક વપરાશ ભાવનાને વેગ આપી રહ્યો છે અને ઘટાડાને મર્યાદિત કરી રહ્યો છે. તે જ સમયે, વેપાર સોદાઓ વિશે નવો આશાવાદ અને નાણાકીય વર્ષ 26ના બીજા ભાગમાં અપેક્ષિત કમાણીમાં સુધારો રોકાણકારોના વિશ્વાસને વધુ મજબૂત બનાવી રહ્યો છે.
બ્રેન્ટ ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ 67.31 ડોલર થયો
વૈશ્વિક તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 0.48 ટકા વધીને 67.31 ડોલર પ્રતિ બેરલ થયો. એક્સચેન્જ ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ શુક્રવારે રૂ. 129.58 કરોડના શેર ખરીદ્યા. ગયા અઠવાડિયે, BSE બેન્ચમાર્ક 1,193.94 પોઈન્ટ અથવા 1.47 ટકા ઉછળ્યો, અને નિફ્ટી 373 પોઈન્ટ અથવા 1.50 ટકા વધ્યો. આઠ ટ્રેડિંગ દિવસોમાં, નિફ્ટી 534.4 પોઈન્ટ અથવા 2.17 ટકા ઉછળ્યો છે. શુક્રવારે, સેન્સેક્સ 355.97 પોઈન્ટ અથવા 0.44 ટકા વધીને 81,904.70 પર બંધ થયો, જે તેનો સતત પાંચમો દિવસ છે. નિફ્ટી 108.50 પોઈન્ટ અથવા 0.43 ટકા વધીને 25,114 પર બંધ થયો, જે તેનો સતત આઠમો દિવસ છે.

