VIDEO: શેરબજારમાં જોરદાર તેજી, રોકાણકારોને રાહત
સોર્સ : gstv
ભારતીય શેરબજારમાં શુક્રવારે અગાઉના કારોબારી સત્રની મોટી ગિરાવટ બાદ જોરદાર તેજી જોવા મળી હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 879.09 અંક એટલે કે 1.23 ટકાના ઉછાળા સાથે 72 હજાર 472.33 પર બંધ થયો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 288.65 અંક એટલે કે 1.30 ટકા વધીને 22 હજાર 520.45ના સ્તરે પહોંચ્યો હતો. બજારમાં તેજી પાછળ આઈટી શેરોમાં ખરીદી અને કંપનીઓનાં પરિણામો મુખ્ય પરિબળો રહ્યાં હતાં. ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસે બીજા ત્રિમાસિક ગાળામાં વાર્ષિક ધોરણે 15 ટકા નફાવૃદ્ધિ નોંધાવી હતી અને 13 હજાર 884 કરોડ રૂપિયાનો નફો કર્યો હતો. બજારમાં આવેલી આ તેજીથી રોકાણકારોને મોટી રાહત મળી હતી.

