Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Silver plunges by ₹53,000 in a single month! Gold also hits ₹1.47 lakh mark

એક જ મહિનામાં ચાંદીમાં ₹53,000નો કડાકો! સોનું પણ ₹1.47 લાખની સપાટીએ

Timeછેલ્લું અપડેટ : 31 Mar 2026
લાઇવ ટીવીGoogle News
એક જ મહિનામાં ચાંદીમાં ₹53,000નો કડાકો! સોનું પણ ₹1.47 લાખની સપાટીએ
સોર્સ : GSTV

Gold-Silver Price Crash In March: માર્ચ મહિનામાં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. સામાન્ય રીતે વૈશ્વિક તણાવ કે યુદ્ધ જેવી સ્થિતિમાં કિંમતી ધાતુઓના ભાવ વધતા હોય છે, પરંતુ આ વખતે અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધ છતાં સોનું અને ચાંદી સતત સસ્તા થયા છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ(MCX) પર 27 ફેબ્રુઆરીથી 30 માર્ચ સુધીના આંકડા જોઈએ તો, 1 કિલો ચાંદીના ભાવમાં 53,000 રૂપિયા સુધીનો ઘટાડો થયો છે, જ્યારે સોનાના વાયદા ભાવમાં પણ પ્રતિ 10 ગ્રામ 18,000 રૂપિયાથી વધુનો મોટો ઘટાડો નોંધાયો છે. માત્ર વાયદા બજાર જ નહીં, પરંતુ સ્થાનિક બજારોમાં પણ ગ્રાહકોને મોટી રાહત મળી છે.

App Store

એક જ મહિનામાં પ્રતિ કિલો ચાંદી 53,611 રૂપિયા સસ્તી થઈ

ચાંદીની કિંમતોમાં આવેલા બદલાવ પર નજર કરીએ તો, 27 ફેબ્રુઆરીએ MCX પર ચાંદી 2,82,644 રૂપિયા પ્રતિ કિલો પર બંધ થઈ હતી, જે 30 માર્ચ સુધીમાં ઘટીને 2,29,033 રૂપિયા પર આવી ગઈ છે. આમ, એક જ મહિનામાં ચાંદી 53,611 રૂપિયા જેટલી સસ્તી થઈ છે. સ્થાનિક બજારમાં પણ ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન(IBJA) મુજબ ચાંદીના ભાવમાં પ્રતિ કિલો 36,565 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. સોનાના ભાવની વાત કરીએ તો, MCX પર 24 કેરેટ સોનું ફેબ્રુઆરીના અંતમાં 1,65,659 રૂપિયા હતું, જે હવે ઘટીને 1,47,450 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યું છે.

યુદ્ધ છતાં સોના-ચાંદીના ભાવમાં કડાકા પાછળના મહત્ત્વના પરિબળો

વૈશ્વિક સ્તરે યુદ્ધ ચાલુ હોવા છતાં સોના-ચાંદીના ભાવ ઘટવા પાછળ કેટલાક મહત્ત્વના કારણો જવાબદાર છે. મિડલ ઈસ્ટના યુદ્ધ વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવમાં થયેલા તોતિંગ વધારાને કારણે મોંઘવારીનું જોખમ વધ્યું છે, જેના લીધે રોકાણકારો સોનામાં રોકાણ કરવાને બદલે રોકડ રકમ પોતાની પાસે રાખવાનું પસંદ કરી રહ્યા છે. આ ઉપરાંત, અમેરિકન ડોલરની મજબૂતી અને યુએસ ફેડ દ્વારા પોલિસી રેટ સ્થિર રાખવાના નિર્ણયને કારણે પણ સોના-ચાંદીના ભાવ પર દબાણ વધ્યું છે. જોકે, ગ્રાહકોએ એ બાબત ધ્યાનમાં રાખવી પડશે કે આ કિંમતોમાં GST અને મેકિંગ ચાર્જ ઉમેર્યા બાદ આખરી ભાવમાં વધારો થઈ શકે છે.

ટોપિક્સ:gold silver rate todaygstv news