Sensex-Nifty Today: બજાર સતત ત્રીજા દિવસે નીચા સ્તરે બંધ, સેન્સેક્સ 102 પોઈન્ટ ઘટીને બંધ; નિફ્ટી 26,140 પર સ્થિર

Sensex-Nifty Today: એશિયાઈ બજારોના મિશ્ર સંકેતોની વચ્ચે ભારતીય શેરબજાર બુધવારે (7 જાન્યુઆરી) બજાર ઘટાડા સાથે બંધ થયું, જે સતત ત્રીજા ટ્રેડિંગ સત્રમાં ઘટાડો દર્શાવે છે. ભૂ-રાજકીય તણાવ અને યુએસ ટેરિફ અંગેની ચિંતાઓએ કોર્પોરેટ કમાણી વૃદ્ધિની અપેક્ષાઓને ઓછી કરી દીધી. આઈટી શેરોમાં તેજી હોવા છતાં, ઓટો અને ફાઈનાન્શિયલ શેરોમાં પ્રોફિટ બુકિંગને કારણે બજારમાં ઘટાડો જોવા મળ્યો.
30 શેરોવાળો બીએસઈ સેન્સેક્સ 84,620 પર તીવ્ર ઘટાડા સાથે ખુલ્યો. ખુલ્યા પછી ઈન્ડેક્સ સ્થિર રહ્યો, પરંતુ પાછળથી ઘટાડો વધ્યો. અંતે તે 102.20 પોઈન્ટ અથવા 0.12 ટકા ઘટીને 84,961.14 પર બંધ થયો.
એ જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 50 26,143 પર ખુલ્યો. ટ્રેડિંગ દરમિયાન તે 26,067 પર ગબડ્યો. અંતે તે 37.95 પોઈન્ટ અથવા 0.14 ટકા ઘટીને 26,140 પર બંધ થયો.
જિયોજિત ઇન્વેસ્ટમેન્ટ્સના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે સ્થાનિક બજાર સાવધ રહે છે અને Q3FY26 ના પરિણામો અને મુખ્ય યુએસ રોજગાર ડેટા પહેલાં જોખમ-વિરોધી ભાવના દેખાય છે.
તેમણે કહ્યું કે કોર્પોરેટ કમાણી ત્રિમાસિક ધોરણે સુધરવાની અપેક્ષા છે, તેમ છતાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઈ) હજુ પણ વૈશ્વિક વેપાર અંગે અનિશ્ચિતતાને કારણે જોખમ લેવામાં અચકાય છે.
"ઓટો અને ફાઈનાન્શિયલ શેરોમાં નફા-બુકિંગને કારણે સૂચકાંકો દબાણ હેઠળ રહ્યા. જોકે, આઈટી, ફાર્મા અને મિડ-કેપ શેરોમાં પસંદગીયુક્ત ખરીદીએ બજારને થોડો ટેકો આપ્યો," તેમણે જણાવ્યું.
ટોપ ગેનર્સ અને લૂઝર્સ
સેન્સેક્સની કંપનીઓમાં ટાઈટન, એચસીએલ ટેક, ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ, સન ફાર્મા, ટીસીએસ, આઇસીઆઇસીઆઇ બેન્ક, અને ઈટરનલના શેરો વધીને બંધ થયા હતાં. જ્યારે મારુતિ, પાવર ગ્રીડ, એચડીએફસી બેંક, એશિયન પેઇન્ટ્સ, ટાટા સ્ટીલ, હિન્દુસ્તાન યુનિલિવર મુખ્ય ઘટ્યા હતા.
નિફ્ટી 50ની કંપનીઓમાં સૌથી વધારે સુધારો ટાઈટન કંપનીમાં જોવા મળ્યો હતો અને તેમાં 3.93 ટકાનો વધારો થયો હતો. આ પછી, વિપ્રોમાં 1.96 ટકા, એચસીએલ ટેકમાં 1.95 ટકા, ઇન્ફોસિસમાં 1.67 ટકા, જિયો ફાઇનાન્શિયલ સર્વિસીસમાં 1.66 ટકાનો વધારો જોવા મળ્યો.
નિફ્ચી 50ની કંપનીઓમાં સૌથી વધારે નુકસાન સિપ્લાને થયું, 4.11 ટકાનો ઘટાડો થયો હતો. આ પછી, મારુતિ સુઝુકીના શેર 2.80 ટકા, પાવર ગ્રીડના શેર 1.66 ટકા, મેક્સ હેલ્થકેર 1.61 ટકા, ટાટા મોટર્સ પીવીના શેર 1.51 ટકા ઘટ્યા.
વ્યાપક બજારે મુખ્ય સૂચકાંકો કરતાં વધુ સારો દેખાવ કર્યો. નિફ્ટી મિડકેપ 100 અને નિફ્ટી સ્મોલકેપ 100 અનુક્રમે 0.45% અને 0.39% ના વધારા સાથે બંધ થયા. ક્ષેત્રીય રીતે, નિફ્ટી ઓટો અને નિફ્ટી ઓઇલ એન્ડ ગેસ સૌથી વધુ નુકસાનમાં રહ્યા. જ્યારે નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને નિફ્ટી આઇટીમાં સૌથી મજબૂત વધારો નોંધાયો હતો. નિફ્ટી આઇટી ઇન્ડેક્સ દિવસના ટોચના લાભકર્તાઓમાંનો એક હતો, જેમાં 1.87%નો વધારો થયો હતો.
બેન્ચમાર્ક ઈન્ડેક્સની તુલનામાં મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકોએ અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું. બીએસઇ મિડકેપમાં 0.47 ટકાનો વધારો થયો, જ્યારે BSE સ્મોલકેપમાં 0.12 ટકાનો ઘટાડો થયો.
વૈશ્વિક બજારો
એશિયાના શેરબજારોમાં બુધવારે મિશ્ર કામકાજ જોવા મળ્યા હતાં. નવેમ્બરમાં ફુગાવો ઘટીને 3.4 ટકા થયો હોવાથી ઓસ્ટ્રેલિયાનો ASX/S&P 200 ઇન્ડેક્સ 0.38 ટકા વધ્યો, જે ઓક્ટોબરમાં 3.8 ટકા હતો અને બજારની અપેક્ષાઓ કરતાં ઓછો હતો. દક્ષિણ કોરિયાનો કોસ્પી 1.89 ટકા વધ્યો, જ્યારે જાપાનનો નિક્કી 225 ઇન્ડેક્સ 0.45 ટકા ઘટ્યો.
એશિયાઈ બજારોના કારોબાર દરમિયાન અમેરિકી બજારોના ફ્યુચરમાં વધારે ફેરફારો જોવા નથી મળ્યા. જોકે, મંગળવારે વોલ સ્ટ્રીટ ઊંચા સ્તરે બંધ રહ્યો હતો. વેનેઝુએલામાં તાજેતરમાં યુએસ લશ્કરી કાર્યવાહી બાદ રોકાણકારોનો વિશ્વાસ વધ્યો હતો. S&P 500 અને ડાઉ જોન્સ નવા રેકોર્ડ ઊંચાઈએ બંધ થયા હતા. આ સમયગાળા દરમિયાન, S&P 500 0.62 ટકા, ડાઉ જોન્સ 0.99 ટકા અને નાસ્ડેક 0.65 ટકા વધ્યા હતા.

