Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Sending money to parents from abroad? This mistake can lead to an Income Tax notice

વિદેશથી માતા-પિતાને પૈસા મોકલો છો? આ એક ભૂલથી આવી શકે છે Incom Tax ની નોટિસ

Timeછેલ્લું અપડેટ : 23 Aug 2026
લાઇવ ટીવીGoogle News
વિદેશથી માતા-પિતાને પૈસા મોકલો છો? આ એક ભૂલથી આવી શકે છે Incom Tax ની નોટિસ
સોર્સ : gstv

વિદેશમાં રહેતા ભારતીયો (NRI) પોતાના માતા-પિતા અને પરિવારની આર્થિક મદદ માટે ભારતમાં નિયમિત રીતે પૈસા મોકલતા હોય છે. સામાન્ય રીતે માતા-પિતાને મોકલવામાં આવેલી આવી રકમ પર માત્ર વિદેશથી આવી હોવાના કારણે ઇન્કમ ટેક્સ (Income Tax) લાગતો નથી. જોકે, મોટી રકમ ભારતમાં મોકલતી વખતે તેના સ્ત્રોત (Source) અને હેતુનો યોગ્ય રેકોર્ડ રાખવો ખૂબ જરૂરી છે.

App Store

₹11 લાખના ટ્રાન્સફરનો મામલો ચર્ચામાં

આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો, જેમાં અમેરિકામાં રહેતા એક NRIએ પોતાના માતા-પિતાના બેંક ખાતામાં આશરે ₹11 લાખ ટ્રાન્સફર કર્યા હતા. આ રકમને લઈને ઇન્કમ ટેક્સ વિભાગે નોટિસ (Tax Notice) જારી કરી હતી અને મામલો લગભગ છ વર્ષ સુધી ચાલ્યો હતો. જોકે, મે 2026માં ઇન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ (ITAT)એ નોટિસને ફગાવી દીધી હતી.

આ કેસથી સ્પષ્ટ થાય છે કે માતા-પિતાને આપવામાં આવેલી રકમ સામાન્ય રીતે કરપાત્ર આવક (Taxable Income) માનવામાં આવતી નથી, પરંતુ ટ્રાન્સફરનો યોગ્ય પુરાવો રાખવો જરૂરી છે.

ગિફ્ટ પર ₹50 હજારની મર્યાદા લાગુ પડતી નથી

ઇન્કમ ટેક્સના નિયમો હેઠળ માતા-પિતા જેવા નિર્ધારિત સંબંધીઓને આપવામાં આવેલી ગિફ્ટ (Gift) પર સામાન્ય રીતે ટેક્સ લાગતો નથી. આવા સંબંધીઓ માટે સામાન્ય ₹50,000ની ગિફ્ટ મર્યાદા લાગુ પડતી નથી. જોકે, મોટી રકમ માટે બેંક સ્ટેટમેન્ટ (Bank Statement), રેમિટન્સ રેકોર્ડ (Remittance Record) અને જરૂર પડે તો ગિફ્ટ લેટર જેવા દસ્તાવેજો સાચવી રાખવા જોઈએ.

ખોટો Purpose Code બની શકે છે મુશ્કેલીનું કારણ

વિદેશથી ભારત પૈસા મોકલતી વખતે બેંકને ટ્રાન્સફરનો હેતુ (Purpose) જણાવવો પડે છે. પરિવારના ખર્ચ, શિક્ષણ, સારવાર, રોકાણ અથવા અન્ય કાયદેસર હેતુ માટે પૈસા મોકલવામાં આવે તો યોગ્ય માહિતી આપવી જરૂરી છે. ખોટો અથવા અધૂરો પર્પઝ કોડ (Purpose Code) આપવાથી બેંક વધારાની તપાસ કરી શકે છે અને ટ્રાન્ઝેક્શનમાં વિલંબ પણ થઈ શકે છે.

કયા ખાતામાં પૈસા રાખી શકાય?

NRI માટે NRE, NRO અને FCNR જેવા બેંકિંગ વિકલ્પો ઉપલબ્ધ છે. NRE ખાતું સામાન્ય રીતે વિદેશની કમાણી માટે ઉપયોગમાં લેવાય છે, જ્યારે NRO ખાતામાં ભારતમાં થતી આવક રાખી શકાય છે. FCNR ખાતામાં નિર્ધારિત વિદેશી ચલણમાં ફિક્સ્ડ ડિપોઝિટ રાખી શકાય છે.

તેથી વિદેશથી પરિવારને પૈસા મોકલતી વખતે અધિકૃત બેંકિંગ ચેનલ, સાચો હેતુ અને પૈસાના સ્ત્રોતનો પુરાવો જાળવવો સૌથી મહત્વપૂર્ણ છે. આનાથી ભવિષ્યમાં બેંક અથવા ઇન્કમ ટેક્સ વિભાગ તરફથી પૂછપરછ થાય તો રકમની કાયદેસરતા સરળતાથી સાબિત કરી શકાય છે.