Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Attention FASTag users! Here is how to get an immediate refund if the wrong amount is deducted from your account

VIDEO: FASTag યૂઝર્સ સાવધાન! જો ખાતામાંથી ખોટા પૈસા કપાય તો આ રીતે મેળવો તુરંત રિફંડ

Timeછેલ્લું અપડેટ : 23 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

એક્સપ્રેસવે અને હાઇવે પર મુસાફરી કરતી વખતે ટોલ પ્લાઝા પર ઓટોમેટિક FASTag સ્કેનર દ્વારા પેમેન્ટ થાય છે. ઘણીવાર ટેકનિકલ ખામી કે સિસ્ટમ એરરના કારણે વાહન ચાલકોના FASTag એકાઉન્ટમાંથી એકને બદલે બે વાર પૈસા કપાઈ જાય છે અથવા નિયમ કરતાં વધુ રકમ ડેબિટ થઈ જાય છે. મુસાફરી દરમિયાન મોટાભાગના લોકો આ બાબત પર તુરંત ધ્યાન આપી શકતા નથી. સામાન્ય રીતે આવી ભૂલ થાય ત્યારે ઓપરેટર દ્વારા 7 દિવસમાં ઓટોમેટિક રિફંડ આપી દેવામાં આવે છે. પરંતુ જો ઓટોમેટિક રિફંડ ન મળે, તો તમારે પોતે પ્રક્રિયા કરીને નાણાં પરત મેળવવા પડે છે.

App Store

NHAI ના હેલ્પલાઇન નંબર 1033 પર કરો ફરિયાદ

જો તમારા FASTag માંથી ખોટી રીતે પૈસા કપાયા હોય તો સૌથી પહેલા જરૂરી તમામ વિગતો એકઠી કરી લો. જેમાં ટોલ પ્લાઝાનું નામ, ગાડીનો નંબર, FASTag ID, ઘટનાની તારીખ, સમય અને પેમેન્ટનો મેસેજ કે ટ્રાન્ઝેક્શન ID નો સમાવેશ થાય છે. આ માહિતી સાથે તમે NHAI ની સત્તાવાર ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર 1033 પર કૉલ કરીને તમારી ફરિયાદ નોંધાવી શકો છો. કૉલ દરમિયાન અધિકારીને તમામ વિગતો આપવાથી તમારી ફરિયાદ નોંધાઇ જશે.

બેંક અને મોબાઇલ એપ દ્વારા ફરિયાદ નોંધાવવાનો વિકલ્પ

NHAI ઉપરાંત, તમારું FASTag જે બેંક અથવા ડિજિટલ વોલેટ એપ સાથે લિંક કરેલું છે, તેની મદદથી પણ રિફંડ મેળવી શકાય છે. તમારે તે બેંક અથવા એપ્લિકેશનના 'Help & Support' સેક્શનમાં જઈને ખોટી રીતે થયેલા ટ્રાન્ઝેક્શન પર ક્લેમ કરવાનો રહેશે. ત્યાં જરૂરી સ્ક્રીનશોટ અને ટ્રાન્ઝેક્શન વિગતો સબમિટ કરવાથી બેંક તમારી ફરિયાદની નોંધ લેશે અને તપાસ હાથ ધરશે.

કેટલા સમયમાં મળશે રિફંડ?

તમારી ફરિયાદ રજિસ્ટર થયા બાદ સબંધિત ટીમ દ્વારા ટ્રાન્ઝેક્શનની સંપૂર્ણ તપાસ કરવામાં આવે છે. જો તમારી ફરિયાદ સાચી જણાશે તો રિફંડની પ્રોસેસ તુરંત શરૂ કરી દેવામાં આવે છે. સામાન્ય રીતે ફરિયાદ માન્ય ઠર્યા બાદ 48 કલાકથી લઈને 7 દિવસની અંદર કપાયેલા વધારાના નાણાં તમારા FASTag વોલેટ અથવા લિંક કરેલા બેંક એકાઉન્ટમાં પરત જમા થઈ જાય છે.