Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : RBI news: Customers will not be able to withdraw more than 35 thousand from bank accounts, RBI has banned this bank

RBI news: ગ્રાહકો બેંક ખાતાથી 35 હજારથી વધુ ઉપાડી નહી શકે, RBIએ આ બેંક પર મૂક્યો પ્રતિબંધ

Timeછેલ્લું અપડેટ : 18 Dec 2025
લાઇવ ટીવીGoogle News
RBI news: ગ્રાહકો બેંક ખાતાથી 35 હજારથી વધુ ઉપાડી નહી શકે, RBIએ આ બેંક પર મૂક્યો પ્રતિબંધ
સોર્સ : GSTV

RBI news: ગુરુવારે ભારતીય રિઝર્વ બેકે એક બેંક સામે આકરા પગલાં લેતા ઘણા પ્રકારના આકરા પ્રતિબંધ લાદી દીધા છે. આરબીઆઈએ આ કાર્યવાહીની સીધી અસર બેંકના ગ્રાહકો પર પડશે અને તેઓ પોતાના જ ખાતામાં જમા પૈસા નહીં ઉપાડી શકે.

App Store

આરબીઆઈએ બેંક વિરુદ્ધ કાર્યવાહી કરતા ગ્રાહકો દ્વારા વિડ્રોઅલની લિમિટને પણ 35 હજાર રૂપિયા ફિક્સ કરી દીધી છે. એટલે કે ગ્રાહક હવે પોતાના બેંકના એકાઉન્ટમાંથી માત્ર 35, 000 રૂપિયાથી વધુ પૈસા નહિ ઉપાડી શકે. પરંતુ આ પ્રતિબંધ માત્ર એક બેંક પર મૂક્યો છે અને બીજી બેંકો પર આની કોઈ અસર નહીં પડે. આરબીઆઈએ આજે ગુવાહિટી કો-ઓપરેટિવ અર્બન બેંકની કથળતી નાણાકીય સ્થિતિને જોતા આ કાર્યવાહી કરી હતી.

આગામી 6 મહિના સુધી RBIનો પ્રતિબંધ લાગુ પડશે
ભારતીય રિઝર્વ બેંકના તમામ પ્રતિબંધ મંગળવારે બેંક બંધ થવાની સાથે લાગુ થઈ ચુક્યા છે અને આગામી 6 મહિના સુધી લાગુ રહેશે. નિર્દેશો અનુસાર, સહકારી બેંક રિઝર્વ બેંકની પૂર્વ મંજૂરી વગર કોઈ પણ નવી લોન નહીં આપી શકે અથવા પહેલાથી ચાલુ લોનને રિન્યૂ નહીં કરી શકે. આ ઉપરાંત આ બેંક હવે કોઈ નવું રોકાણ નહીં કરી શકે. કોઈ લેવડ-દેવડ અથવા નતો કોઈ ચુકવણી કરી શકશે. ભારતીય રિઝર્વ બેંકે જણાવ્યું કે, બેંકની વર્તમાન રોકડ સ્થિતિને જોતા બેંકમાં પૈસા જમા કરનારાઓને બચત બેંક અથવા ચાલુ ખાતા કે કોઈ અન્ય ખાતામાં રાખેલા કુલ પૈસામાંથી 35,000 રૂપિયાથી વધુ પૈસા ઉપાડવાની મંજૂરી નહીં આપવાનો નિર્દેશ અપાયા છે, પરંતુ જમા પૈસાની સરખામણીએ લોનને સમાયોજિત કરવાની મંજૂરી છે.
 

ગ્રાહકો DICGC તરફથી 5 લાખ સુધીના ડિપોઝિટ વીમા દાવા મેળવવા માટે હકદાર રહેશે
રિઝર્વ બેંકે જણાવ્યું હતું કે તેણે તાજેતરમાં ગુવાહાટી કોઓપરેટિવ અર્બન બેંકના બોર્ડ અને વરિષ્ઠ મેનેજમેન્ટ સાથે તેની કામગીરી સુધારવા માટે ચર્ચા કરી હતી. જોકે, સુપરવાઇઝરી ચિંતાઓને દૂર કરવા અને તેના ડિપોઝિટરોના હિતોનું રક્ષણ કરવા માટે બેંક દ્વારા નક્કર પ્રયાસોના અભાવને કારણે આ નિર્દેશો જારી કરવાની જરૂર પડી. પાત્ર થાપણદારો ડિપોઝિટ ઇન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC) તરફથી રૂપિયા 5 લાખ સુધીના ડિપોઝિટ વીમા દાવા મેળવવા માટે હકદાર રહેશે.