Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Price hike hits CNG drivers: After Adani, now Gujarat Gas has also increased CNG prices, know the new rate

VIDEO: સીએનજી વાહનચાલકો પર મોંઘવારીનો ફટકો: અદાણી બાદ હવે ગુજરાત ગેસે પણ વધાર્યા CNGના ભાવ, જાણો નવો રેટ

Timeછેલ્લું અપડેટ : 18 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અદાણી ગેસ બાદ હવે ગુજરાત ગેસ દ્વારા પણ સીએનજીના ભાવમાં વધારો કર્યો છે. ગુજરાત ગેસે મોંઘવારી વચ્ચે સીધો પ્રતિ કિલો 3.75 રૂપિયાનો વધારો ઝીંકી દીધો છે. ભાવ વધારા બાદ આજથી જ આ નવા ભાવ અમલી બનાવી દેવામાં આવ્યા છે.

App Store

ભાવવધારા બાદ નવી કિંમત

ગુજરાત ગેસ દ્વારા કરવામાં આવેલા 3.75 રૂપિયાના વધારા બાદ સીએનજીના નવા 88.76 રૂપિયા થયો છે. જ્યારે જૂનો ભાવ 85.01 રૂપિયા પ્રતિ કિલો હતો. નોંધનીય છે કે, થોડા સમય પહેલાં અદાણી ગેસ દ્વારા પણ સીએનજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ હવે ગુજરાત ગેસે પણ ભાવ વધારી દેતાં સીએનજી વાહનચાલકો, રિક્ષાચાલકો અને ટેક્સી ચાલકોના બજેટ પર સીધી અસર પડશે. મોંઘવારીના સમયમાં ઈંધણના ભાવ વધતાં વાહનચાલકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.

ટોપિક્સ:GSTV NewsGujarati News