મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

રોકાણકારો માટે લહાણી! ફાર્મા કંપનીએ 1:10 સ્ટોક સ્પ્લિટ અને 1:1 બોનસની મોટી જાહેરાત કરી

મંગળવારે Welcure Drugs & Pharmaceuticalsના શેરમાં જોરદાર તેજી જોવા મળી. જેનું કા

રોકાણકારો માટે લહાણી! ફાર્મા કંપનીએ 1:10 સ્ટોક સ્પ્લિટ અને 1:1 બોનસની મોટી જાહેરાત કરી

મંગળવારે Welcure Drugs & Pharmaceuticalsના શેરમાં જોરદાર તેજી જોવા મળી. જેનું કારણ કંપની દ્વારા સ્ટોક સ્પ્લિટ માટે લેવાયેલો નિર્ણય છે. કંપનીએ જણાવ્યું હતું કે, તેનું બોર્ડ 22 ઓગસ્ટ 2025, શુક્રવારના રોજ બે મુખ્ય કોર્પોરેટ નિર્ણયો પર વિચાર કરશે. જેમાંથી પહેલો નિર્ણયો 1:10 સ્ટોક સ્પ્લિટ કરવાનો છે, તેથી એક શેર 10 ભાગોમાં વહેંચવામાં આવશે.

બીજો નિર્ણય છે 1:1 બોનસ શેર આપવાની દરખાસ્ત, જેના હેઠળ રોકાણકારો પાસે જેટલા શેરો છે એટલા જ બીજા શેરો મફતમાં આપવામાં આવશે. જો કે શેરના ભાવ એ જ રેશિયોમાં ઘટશે. જેના કારણે રોકાણનું કુલ મૂલ્ય સમાન રહેશે. કંપની માને છે કે, આ પગલાંથી બજારમાં શેરની ખરીદી અને વેચાણ વધશે, રોકાણકારોનો વ્યાપ વિસ્તરશે અને સામાન્ય રોકાણકારો માટે શેરની કિંમત વધુ સુલભ બનશે.

ત્રિમાસિક પરિણામોમાં ઉત્તમ પ્રદર્શન

કંપનીના મજબૂત ત્રિમાસિક પરિણામો પછી આ જાહેરાત કરવામાં આવી છે. એપ્રિલ-જૂન 2025માં, Welcureએ ₹23.29 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, જે માર્ચ 2025ના પાછલા ક્વાર્ટરમાં ₹2.5 કરોડથી અનેક ગણો વધારે છે.

કંપનીની કામગીરીમાંથી આવક ₹299.91 કરોડ રહી, જે પાછલા ક્વાર્ટરમાં ફક્ત ₹21.21 કરોડ હતી. Welcure કહે છે કે, મજબૂત ઓર્ડર બુક, સમજદાર વ્યવસાયિક નિર્ણયો અને "Asset-Light, ફી-આધારિત" મોડેલ તરફ પરિવર્તને આ શાનદાર પ્રદર્શનમાં મુખ્ય ભૂમિકા ભજવી છે.

આંતરરાષ્ટ્રીય સ્તર પર મજબૂત પકડ

Welcure Drugs & Pharmaceuticalsએ તાજેતરમાં ₹299.91 કરોડના 7 નવા નિકાસ-સોર્સિંગ પ્રોજેક્ટ્સ મેળવ્યા છે. આ કંપની માટે બીજી એક મોટી સિદ્ધિ છે. અગાઉ, કંપનીને થાઇલેન્ડના ફોર્ચ્યુન સાગર ઇમ્પેક્સ પાસેથી ₹517 કરોડનો વૈશ્વિક સોર્સિંગ કોન્ટ્રાક્ટ પણ મળ્યો હતો.

જાણો કંપનીનો ઈતિહાસ

Welcure Drugs & Pharmaceuticalsની સ્થાપના 1992માં થઈ હતી. આ કંપની દવાઓનું ઉત્પાદન અને વેચાણ કરે છે. તેના ઉત્પાદનોમાં ગોળીઓ, કેપ્સ્યુલ્સ અને ડ્રાય સીરપનો સમાવેશ થાય છે. તાજેતરના વર્ષોમાં, કંપનીએ માત્ર દવાઓનું ઉત્પાદન જ નથી કર્યું, પરંતુ વિદેશથી દવાઓની આયાત અને વેચાણના વ્યવસાયનો પણ વિસ્તાર કર્યો છે, જેના કારણે ભારતીય અને અન્ય દેશોના બજારોમાં તેની પકડ મજબૂત થઈ છે.
હાલમાં Welcure Drugs & Pharmaceuticals કંપની ઇએસએમ (એન્હાન્સ્ડ સર્વેલન્સ મેઝર)ના સ્ટેજ 1માં સ્થાન ધરાવે છે, એટલે કે તે સ્ટોક એક્સચેન્જની ખાસ દેખરેખ યાદીમાં શામેલ છે.

આ સમાચાર શેર કરો