Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Oil Crisis: India's state-owned oil companies face huge losses of ₹30,000 crore per month

Oil Crisis: ભારતની સરકારી ઓઈલ કંપનીઓ વેઠી રહી છે મહિને ₹30,000 કરોડનું તોતિંગ નુકસાન! જાણો કેમ

Timeછેલ્લું અપડેટ : 09 May 2026
લાઇવ ટીવીGoogle News
Oil Crisis: ભારતની સરકારી ઓઈલ કંપનીઓ વેઠી રહી છે મહિને ₹30,000 કરોડનું તોતિંગ નુકસાન! જાણો કેમ
સોર્સ : GSTV

નવી દિલ્હી : ઈરાન પર અમેરિકા-ઈઝરાયલના હુમલા પછી હોર્મુઝની ખાડી બંધ થઈ ગઈ. હોર્મુઝની ખાડીના રસ્તે વિશ્વના ૨૦ ટકા ઓઈલનો વેપાર થતો હતો. આ વેપાર અટકી જતાં દુનિયાભરમાં ઓઈલ-ગેસની અછત સર્જાઈ છે અને ૨૫થી ૩૦ ટકા ભાવવધારો ઝીંકાયો છે. ભારતમાં પણ ખાનગી ગેસ અને પેટ્રોલિયમ કંપનીઓએ ભાવવધારો કરી દીધો છે, પરંતુ સરકારી ઓઈલ કંપનીઓએ ભાવમાં વધારો કર્યો નથી.

App Store

ઈરાન-અમેરિકા યુદ્ધ પહેલાં ક્રૂડનો એક બેરલનો ભાવ ૭૨ ડોલર હતો. યુદ્ધ પછી આ ભાવ વધીને ૧૦૦ ડોલરને પાર થઈ ગયો છે. યુદ્ધના આ ગાળામાં એક વખત તો બેરલનો ભાવ ૧૪૪ ડોલરે પહોંચી ગયો હતો. કાચી સામગ્રીમાં ૩૦થી ૪૦ ટકાનો વધારો થયો હોવાથી ઓઈલ કંપનીઓનું પ્રોડક્શન મોંઘું થયું છે.

પરંતુ ભારતમાં સરકારી કંપનીઓએ પેટ્રોલ-ડીઝલ-ગેસમાં ભાવ વધારો કર્યો નથી. કારણ કે કેન્દ્ર સરકારે કોઈ જ અવરોધ વગર પેટ્રોલ-ડીઝલ મળી રહે તેવી ખાતરી આપી હતી. જોકે, સરકારી ઓઈલ કંપનીઓના સૂત્રોને ટાંકીને કહેવાયું હતું કે પેટ્રોલિયમમાં ભાવ વધારાયો ન હોવાથી કંપનીઓને મહિને ૩૦ હજાર કરોડનું તોતિંગ નુકસાન થઈ રહ્યું છે. દરરોજ ૭૦૦થી એક હજાર કરોડનું નુકસાન સરકારી ઓઈલ કંપનીઓ ખમી રહી છે. કાચી સામગ્રીમાં, ઉત્પાદનમાં મુશ્કેલી પડી રહી છે, પરંતુ કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલના ઉત્પાદનમાં પ્રતિ લીટર ૧૦ રૂપિયાનો ઘટાડો ન કર્યો હોત તો આ નુકસાની વધીને ૬૨ હજાર કરોડે પહોંચી ગઈ હોત. ટ્રાન્સપોર્ટેશન, કાચા તેલનો વધી ગયેલો ભાવ, વીમા કંપનીઓનું વધેલું પ્રીમિયમ અને રિફાઈનરીમાં ખર્ચ વધી ગયો હોવાથી પેટ્રોલિયમમાં ભાવ વધારો કરવો પડે એવી સ્થિતિ સર્જાઈ હતી. જોકે, સરકારે દર મહિને ૧૪ હજાર કરોડની એક્સાઈઝ ડયૂટી જતી કરી હોવાથી ભાવ નિયંત્રણમાં રહ્યા છે. સૂત્રોને ટાંકીને રજૂ થયેલા અહેવાલો પ્રમાણે અત્યારે સરકારી કંપનીઓ એક લીટર પેટ્રોલે ૧૮ રૂપિયા અને એક લીટર ડીઝલે ૨૫ રૂપિયાની ખોટ કરી રહી છે. જાપાન-જર્મની-બ્રિટન જેવા દેશોમાં પેટ્રોલિયમ-ગેસમાં ૨૦થી ૩૦ ટકાનો વધારો થઈ ચૂક્યો છે. એક તબક્કે ક્રૂડ ઓઈલમાં એટલો વધારો થયો હતો કે પેટ્રોલમાં લીટરે ૨૪ રૂપિયા અને ડીઝલે લીટરે ૩૦ રૂપિયાનો વધારો કરવો પડે એવી સ્થિતિ સર્જાઈ હતી. અત્યારે સરકારી ઓઈલ કંપનીઓએ પેટ્રોલના ભાવ ૯૪.૭૭ અને ડીઝલના ભાવ ૮૭.૬૭ રૂપિયા સુધી સ્થિર રાખ્યા છે.