Market News: ગુરુવારે શેરબજારમાં તેજીના સંકેત! આજે ગિફટ નિફ્ટીમાં 370 પોઈન્ટનો ઉછાળો, અને નિફ્ટી 50 રેકોર્ડ ઊંચાઈએ પહોંચવાની શક્યતા

Market News: ભારતીય શેરબજાર આજે, 22 ઓક્ટોબર, બલિપ્રતિપદા પર્વને કારણે બંધ છે. શેરબજાર ગુરુવાર, 23 ઓક્ટોબરના રોજ ફરી ખુલશે. ગુરુવારે નિફ્ટી 50 અને સેન્સેક્સ સૂચકાંકોમાં મજબૂત ઉછાળો જોવા મળે તેવી અપેક્ષા છે. હકીકતમાં, ગિફ્ટ નિફ્ટી ઈન્ડેક્સ આજે 26280ના સ્તરે ખુલ્યો છે, જે તેના અગાઉના બંધ સ્તર 25917થી 370 પોઈન્ટ (1.56%)ના વધારા સાથે છે.
શું કાલે બજાર તેજી સાથે ખુલશે?
સામાન્ય રીતે માનવામાં આવે છે કે, ગિફ્ટ નિફ્ટી ઈન્ડેક્સન જેવું પર્ફોર્મન્સ હોય છે તેવું જ સેન્સેક્સ નિફ્ટી ઇન્ડેક્સમાં રહે છે. હવે આજે ગિફ્ટ નિફ્ટી ઈન્ડેક્સમાં વધારો થયો છે, તેથી ગુરુવારે નિફ્ટી અને સેન્સેક્સ પણ વધારા સાથે ટ્રેડ થતા જોઈ શકાય છે.
ઈન્ડેક્સ કેમ વધ્યો?
ગિફ્ટ નિફ્ટી ઇન્ડેક્સના મજબૂત પ્રદર્શન પાછળનું મુખ્ય કારણ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની તાજેતરની ટિપ્પણી હોવાનું માનવામાં આવે છે. તેમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ ભારતને પ્રેમ કરે છે અને બંને દેશો (ભારત અને અમેરિકા) એક વેપાર કરાર પર કામ કરી રહ્યા છે. અમેરિકન રાષ્ટ્રપતિએ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દિવાળીની શુભકામનાઓ પણ પાઠવી હતી.
એફઆઇઆઇ ભારતીય શેરબજારોમાં પાછી ફરી
છેલ્લા ત્રણ મહિનાથી વિદેશી રોકાણકારોની ભારે વેચવાલી બાદ ભારતીય શેરબજારોમાં ફરી વાપસી કરી રહેલા દેખાય છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ પણ શેરબજારની રિકવરીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, આ સમયગાળા દરમિયાન તેમણે રૂપિયા 7,300 કરોડના શેર ખરીદ્યા છે.
નિફ્ટી રેકોર્ડ ઊંચાઈની નજીક છે
પચાસ શેરનો નિફ્ટી-50 ઈન્ડેક્સ તેના ઓલટાઈમ ઉચ્ચતમ સ્તરની નજીક છે. જો બુધવારે નિફ્ટી ઇન્ડેક્સ 410 પોઈન્ટ ઉછળે છે, તો તે રૂપિયા 26,277ના તેના ઓલટાઈમ ઉચ્ચતમ સ્તરને સ્પર્શ કરશે, જે એક નવો રેકોર્ડ હશે. મંગળવાર, 21 ઓક્ટોબરના રોજ, નિફ્ટી-50 ઇન્ડેક્સ 9 પોઈન્ટ ઘટીને 25,833 પર બંધ થયો.
ટ્રેડ ડિલ નવું ટ્રીગર બનશે
મિન્ટના અહેવાલ મુજબ, ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે વેપાર કરારની વાટાઘાટો અદ્યતન તબક્કામાં છે. આ વાટાઘાટો ભારતના નિકાસ ટેરિફને વર્તમાન 50%થી ઘટાડીને 15% થી 16% કરે તેવી શક્યતા છે.

