Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : IT sector stocks plunge in the stock market! These giant stocks hit their lowest level since July 2020

શેરબજારમાં IT સેક્ટરના શેરોમાં કડાકો! આ દિગ્ગજ શેર જુલાઈ 2020 પછીના સૌથી નીચલા સ્તરે

Timeછેલ્લું અપડેટ : 03 Jun 2026
લાઇવ ટીવીGoogle News
શેરબજારમાં IT સેક્ટરના શેરોમાં કડાકો! આ દિગ્ગજ શેર જુલાઈ 2020 પછીના સૌથી નીચલા સ્તરે
સોર્સ : GSTV

 IT Stocks Crash: ભારતીય શેરબજારમાં આજે અચાનક ભારે વેચવાલીનો માહોલ જોવા મળ્યો છે. સવારે દબાણ સાથે ખૂલેલા બજારમાં બપોર સુધીમાં પ્રોફિટ બુકિંગ અને ગભરાટ ભરી વેચવાલી હાવી થઈ ગઈ હતી. આ કડાકામાં સૌથી મોટો ફટકો આઇટી (IT) સેક્ટરને પડ્યો છે, જ્યાં નિફ્ટી આઇટી ઇન્ડેક્સ 5.73% એટલે કે 1700થી વધુ પોઇન્ટ તૂટીને 29,338.3 ની સપાટીએ પહોંચી ગયો હતો.

App Store

દિગ્ગજ આઇટી શેરો પાણી-પાણી

આઇટી સેક્ટરની અગ્રણી કંપની ટીસીએસ (TCS) નો શેર સૌથી વધુ 8.74% ગગડીને ₹2231 પર કારોબાર કરી રહ્યો હતો, જે જુલાઈ 2020 પછીનું તેનું સૌથી નીચું સ્તર છે. આ સિવાય અન્ય આઇટી કંપનીઓની સ્થિતિ પણ નાજુક જોવા મળી:

એચસીએલ ટેક (HCL Tech): 4.84% ના ઘટાડા સાથે ₹1183 પર.

ઇન્ફોસિસ (Infosys): 4.19% નો મોટો ઘટાડો.

વિપ્રો (Wipro): 3.67% તૂટીને ₹202 પર આવી ગયો.

LTM અને કોફોર્જ (Coforge): આ શેરોમાં પણ અનુક્રમે 8% અને 6.30% સુધીનો મોટો કડાકો બોલાઈ ગયો હતો.

સેન્સેક્સ અને નિફ્ટીની સ્થિતિ

બપોરે 2:00 વાગ્યા આસપાસ બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 457 પોઇન્ટ તૂટીને 74,230.15 પર આવી ગયો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 94 પોઇન્ટના ઘટાડા સાથે 23,380.35 પર ટ્રેડ કરતો જોવા મળ્યો હતો. બજારના તમામ 16 સેક્ટોરલ ઇન્ડેક્સ લાલ નિશાનમાં (ઘટાડા સાથે) કારોબાર કરી રહ્યા હતા.

IT કંપનીઓ તૂટવા પાછળના 4 મુખ્ય કારણો

AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) નો ખતરો: બજારમાં એવો ડર ઘર કરી ગયો છે કે જનરેટિવ એઆઈ અને ઓટોમેશનને કારણે પરંપરાગત આઇટી સેવાઓની માંગમાં મોટો ઘટાડો આવી શકે છે.

પ્રોફિટ બુકિંગ: છેલ્લા ત્રણ ટ્રેડિંગ સેશનમાં નિફ્ટી આઇટી ઇન્ડેક્સ 6% જેટલો ઉછળ્યો હતો, જેથી રોકાણકારોએ આજે નફો વસૂલ કરવાનું યોગ્ય માન્યું હતું.

વિદેશી રોકાણકારો (FIIs) ની વેચવાલી: ગ્લોબલ ઇન્વેસ્ટર્સ ભારતીય આઇટી સેક્ટરમાંથી નાણાં ખેંચીને વૈશ્વિક સ્તરે એઆઈ ક્ષેત્રે રહેલી નવી તકો તરફ વાળી રહ્યા છે.

વૈશ્વિક તણાવ: આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની ઊંચી કિંમતો (આશરે 105 ડૉલર) અને ભૌગોલિક-રાજકીય તણાવને કારણે સમગ્ર માર્કેટ સેન્ટિમેન્ટ નબળું પડ્યું છે.