Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Inflation: Retail inflation rises to three-month high, rate remains at 1.33% in December

Inflation: છૂટક મોંઘવારી વધીને ત્રણ મહિનાની ટોચે પહોંચી, ડિસેમ્બરમાં 1.33%ના સ્તરે રહ્યો દર

Timeછેલ્લું અપડેટ : 12 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Inflation: છૂટક મોંઘવારી વધીને ત્રણ મહિનાની ટોચે પહોંચી, ડિસેમ્બરમાં 1.33%ના સ્તરે રહ્યો દર
સોર્સ : gstv

જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખાસ કરીને શાકભાજી અને પ્રોટીનયુક્ત વસ્તુઓની કિંમતમાં વધારાને કારણે ડિસેમ્બર 2025માં છૂટક મોંઘવારી વધીને ત્રણ મહિનાની ટોચે 1.33 ટકા પર પહોંચી ચુકી છે. સરકારી આંકડા અનુસાર આ નવેમ્બરમાં 0.71 ટકા હતી જે હવે વધીને 1.33 ટકાએ પહોંચી ચુકી છે. તેની પહેલા સપ્ટેમ્બરમાં મોંઘવારી દર 1.44 ટકાના સ્તર પર હતો. જો કે ખાદ્ય મોંઘવારી હજી પણ નકારાત્મક ક્ષેત્રમાં છે, જે ગ્રાહકો માટે મિશ્રિત રાહતના સંકેત છે. 

App Store

ખાદ્ય મોંઘવારી દર પર શું છે અપડેટ?

CPI પર આધારિત ખાદ્ય ફુગાવો સતત સાતમા મહિને નકારાત્મક છે. ડિસેમ્બરમાં તે -2.71 ટકા નોંધાઇ છે. જોકે નવેમ્બરમાં તે -3.91 ટકાની તુલનાએ તેમાં વધારો થયો છે. જે ખાદ્ય કિંમતોમાં આવેલા આંશિક વધારાને દર્શાવે છે. રાષ્ટ્રીય સાંખ્યિકી કાર્યાલય (NSO) દ્વારા ડેટા જાહેર કરતા જણાવ્યું કે, ડિસેમ્બર 2025માં હેડલાઇન અને ખાદ્ય ફુગાવામાં વધારાનું મુખ્ય કારણ પર્સનલ કેર અને ઇફેક્ટ્સ, શાકભાજી, માંસ અને માછલી, ઇંડા, મસાલા તથા દાળ અને તેના ઉત્પાદનોની કિંમતમાં વધારો થયો છે. 

આરબીઆઇ માટે મોંઘવારીનો અર્થ

આ ડેટા મૌદ્રિક નીતિની દ્રષ્ટીએ ખુબ જ મહત્ત્વપૂર્ણ છે. ડિસેમ્બરમાં છૂટક મોંઘવારી સતત ચોથા મહિને ભારતીય રિઝર્વ બેંકના નિચલી સહનશીલતા મર્યાદાથી પણ નીચે રહી છે. સરકારે કેન્દ્રીય બેંકોના ફુગાવાને 4 ટકા પર સ્થિત કરવાનું લક્ષ્યાંક રાખ્યો છે. જેમાં બંને તરફ 2-2 ટકાનું માર્જિન છે. (એટલે કે 2% થી 6%ની રેંજ) 1.33 ટકાના હાલના આંકડા 2 ટકાના નીચલા સ્તરને દર્શાવે છે, જે દર્શાવે છે કે, અર્થવ્યવસ્થામાં હજી પણ મૂલ્ય વૃદ્ધીદર ખૂબ જ ધીમો છે. 

ડિસેમ્બરના આંકડા દર્શાવે છે કે, મોંઘવારી દરમાં વધારો થયો છે અને ત્રણ મહિનાની ટોચે પહોંચ્યો છે, જોકે તે હજી પણ આરબીઆઇના નિશ્ચિત વર્તુળના નીચલા સ્તર 2 ટકાથી ઓછું છે. ખાદ્ય મોંઘવારીનું સતત નકારાત્મક રહેવું દર્શાવે છે કે હવે પણ ગ્રામીણ અને કૃષિ માંગમાં સંપૂર્ણ તેજી નથી આવી.