Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Gold Silver price Drop: Good news for gold and silver buyers: Big drop in prices, know today's latest prices

Gold Silver price Drop: સોનું-ચાંદી ખરીદનારાઓ માટે ખુશખબર: કિંમતોમાં મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ ભાવ

Timeછેલ્લું અપડેટ : 09 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Gold Silver price Drop: સોનું-ચાંદી ખરીદનારાઓ માટે ખુશખબર: કિંમતોમાં મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ ભાવ
સોર્સ : GSTV

Gold Silver price Drop: સોના અને ચાંદીની કિંમતમાં આજે ગુરુવારે(9 એપ્રિલ, 2026)એ મોટો કડાકો જોવા મળ્યો છે. જેમાં ચાંદી એકઝાટકે 8,000 રૂપિયા સસ્તી થઈ છે, જ્યારે સોનાની કિંમતમાં રૂ.1,200નો ઘટાડો નોંધાયો છે. 

App Store

સોનાની કિંમત પણ 1.50 લાખની નીચે સરકી
ઈન્ડિયા બુલિયન જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 24 કેરેટ સોનાનો ભાવમાં 1,184 રૂપિયાનો ઘટાડો થતાં કિંમત 1,49,937 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ છે. જે અગાઉ 10 ગ્રામે 1,51,121 રૂપિયા હતી.જ્યારે 22 કેરેટ સોનાની 10 ગ્રામની કિંમત 1,38,427 રૂપિયાથી ઘટીને રૂ.1,37,342 થઈ છે. આમ, 18 કેરેટ સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામે 1,12,453 રૂપિયા થયો છે, જે પહેલા રૂ.1,13,341 પ્રતિ 10 ગ્રામ હતો. 

સોનાની સાથે ચાંદીની પણ કિંમતમાં ઘટાડો
ચાંદીનો ભાવ રૂ.7,883 ઘટીને રૂ.2,36,158 પ્રતિ કિલોગ્રામ થયો છે, જે અગાઉના રૂ.2,44,041 પ્રતિ કિલોગ્રામ હતી. વાયદા બજારોમાં સોના અને ચાંદીમાં મિશ્ર વેપાર જોવા મળ્યો છે. લખાય છે ત્યાં સુધીમાં 5 જૂન, 2026ના સોનાના કોન્ટ્રેક્ટનો ભાવ 0.47 ટકા વધીને રૂ.1,52,488 થયો છે. જ્યારે 5 મે, 2026ના ચાંદીના કોન્ટ્રેક્ટનો ભાવ 0.60 ટકા ઘટીને રૂ.2,38,483 થયો છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીના ભાવ
આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું છે. જેમાં સોનું પ્રતિ ઔંસ 4,770 ડોલર પર રહ્યું છે. જ્યારે ચાંદી 74 ડોલર પ્રતિ ઔંસ પર હતી. નિષ્ણાતોના મતે, સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો તાજેતરની તેજી પછી નફા-બુકિંગને કારણે થયો છે. આ ઉપરાંત, ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાને કારણે સોના અને ચાંદી પર દબાણ આવ્યું છે. છેલ્લા એક વર્ષમાં સોના અને ચાંદી બંનેએ શાનદાર રિટર્ન આપ્યું છે. આ દરમિયાન, સોનાના ભાવમાં આશરે 54 ટકા અને ચાંદીના ભાવમાં 144 ટકાનો વધારો થયો છે.