Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Gold Price Today: Gold reaches lifetime level again, know the price per 10 grams

Gold Price Today: સોનું ફરી લાઈફટાઈમ સપાટીએ પહોંચ્યું, જાણો પ્રતિ 10 ગ્રામનો ભાવ

Timeછેલ્લું અપડેટ : 11 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Gold Price Today: સોનું ફરી લાઈફટાઈમ સપાટીએ પહોંચ્યું, જાણો પ્રતિ 10 ગ્રામનો ભાવ
સોર્સ : GSTV

Gold Price Today:  દેશની રાજધાની દિલ્હીના બુલિયન માર્કેટમાં ગુરુવારે સોનાની કિંમતોમાં 100 રૂપિયાનો વધારો થયો છે. જેના લીધે આનો ભાવ નવો રેકોર્ડ બનાવતા 1,13,100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. 99.5 ટકા શુદ્ધ સોનું પણ 100 રૂપિયાના વધારાની સાથે રૂપિયા 1,12,600 પ્રતિ 10 ગ્રામ તમામ ટેક્સ સાથે પર પહોંચી ગયું છે. મળતી માહિતી અનુસાર, સોનાની કિંમતોમાં વર્ષ-2025માં 43 ટકાથી વધુની વૃદ્ધિ થઈ ચુકી છે. આ વર્ષના પ્રારંભમાં 31 ડિસેમ્બર 2024ના રોજ સોનાનો ભાવ રૂપિયા 78,950 પ્રતિ 10 ગ્રામ હતો. ત્યારથી અત્યાર સુધી સોનાના ભાવમાં રૂપિયા 34,150 અથવા 43.25 ટકાનો જોરદાર ઉછાળો જોવા મળ્યો છે.

App Store

આ વર્ષે સોનું કેમ મોંઘું થયું?
મળતી માહિતી અનુસાર,  વધતી જતી મોંઘવારીની ચિંતા, સરકારી દેવામાં વધારો અને યુએસ આર્થિક વૃદ્ધિમાં મંદી જેવા જોખમોને કારણે સોનાના ભાવ સતત વધી રહ્યા છે. આ ઉપરાંત એશિયન બજારોમાં એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ETFs) માં ભારે રોકાણને કારણે પણ સોનાના ભાવમાં વધારો થયો છે. બીજી તરફ આ વર્ષે એટલે કે, 2025માં સોનાના ભાવમાં 40 ટકાથી વધુનો વધારો થયો છે. આના મુખ્ય કારણોમાં કેન્દ્રીય બેંકો દ્વારા ભારે ખરીદી, ETF માં રોકાણ પર ભાર, વ્યાજ દરમાં ઘટાડાની અપેક્ષાઓ અને વૈશ્વિક ભૂ-રાજકીય તણાવનો સમાવેશ થાય છે. જો કે, હવે રેકોર્ડ ઊંચાઈએ પહોંચવાને કારણે, રોકાણમાં અસ્થિરતાનું જોખમ પણ રહે છે.   

આંતરરાષ્ટ્રીય બજારમાં કડાકો
વિશ્વના અન્ય બજારોમાં સોનાની કિંમતમાં થોડીક નરમી જોવા મળી રહી છે. સ્પોટ ગોલ્ડનો ભાવ 0.52 ટકા તૂટીને USD 3,621.91 પ્રતિ ઔંસ રહી ગઈ. સ્પોટ સિલ્વરમાં પણ 0.35%નો ઘટાડો જોવા મળ્યો છે, જે હવે 0.35% પ્રતિ ઔંસ છે. મળતી માહિતી અનુસાર, રોકાણકાર અમેરિકી ગ્રાહકો આજે જાહેર થનારા ફુગાવાના અહેવાલની આતૂરતાથી રાહ જોઈ રહ્યા છે. આ અહેવાલ યુએસ ફેડરલ રિઝર્વના આગામી વ્યાજ દરના નિર્ણય અંગે મહત્વપૂર્ણ સંકેતો આપી શકે છે.