Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Adani: Adani in trouble! Efforts to solve the bribery case have stalled, why did this turn of events finally happen?

Adani: અદાણી મુશ્કેલીમાં! લાંચ કેસ ઉકેલવાના પ્રયાસો અટકી ગયા, આખરે આવી નોબત કેમ આવી?

Timeછેલ્લું અપડેટ : 11 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Adani: અદાણી મુશ્કેલીમાં! લાંચ કેસ ઉકેલવાના પ્રયાસો અટકી ગયા, આખરે આવી નોબત કેમ આવી?
સોર્સ : Google

Adani: અમેરિકામાં ભારતીય અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સામે છેતરપિંડી અને લાંચના કેસનો ઉકેલ લાવવાના પ્રયાસો હાલમાં અટકી ગયા છે. આ કારણે, અદાણી ગૃપની  વૈશ્વિક વિસ્તરણ યોજનાઓ જોખમમાં મૂકાઈ ગઈ છે.

App Store

ગૌતમ અદાણી પર 250 મિલિયન ડોલર લાંચનો આરોપ

નવેમ્બર-2024માં યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે અદાણી અને કેટલાક અન્ય લોકો પર લગભગ 250 મિલિયન ડોલર એટલે કે રૂ. 2,000 કરોડથી વધુની લાંચ આપવાનો આરોપ મૂક્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે આ પૈસાનો ઉપયોગ ભારતમાં સૌર ઉર્જા પ્રોજેક્ટ્સના કોન્ટ્રાક્ટ મેળવવા માટે કરવામાં આવ્યો હતો. જોકે, અદાણી ગૃપે આ આરોપોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે.

આ સાથે, યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (SEC) એ પણ એક અલગ કેસ દાખલ કર્યો છે. SEC હજું પણ અદાણીને નોટિસ મોકલવાનો પ્રયાસ કરી રહી છે અને આ માટે ભારત પાસેથી મદદ માંગી છે.

યુએસ-ભારત તણાવને કારણે વાટાઘાટો અટકી ગઈ

શરૂઆતમાં, અદાણીના વકીલ અને અમેરિકી અધિકારીઓ વચ્ચે આ મામલાના સમાધાન માટે વાતચીત ચાલી રહી હતી. પરંતુ તાજેતરના મહિનાઓમાં તે બંધ થઈ ગઈ છે. તેનું કારણ અમેરિકા અને ભારત વચ્ચે વધતા મતભેદો છે. બંને દેશો વચ્ચે વેપાર, રશિયા અને પાકિસ્તાનથી તેલ આયાતને લઈને તણાવ વધ્યો છે. અમેરિકાએ પણ ભારતમાંથી આયાત થતી ચીજવસ્તુઓ પર 50% ટેરિફ લાદ્યો હતો. જોકે, તાજેતરમાં ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન મોદીને "મહાન નેતા અને મિત્ર" ગણાવીને સંબંધો સુધારવાનો સંકેત આપ્યો છે.

વ્યવસાય પર અસર

આ કોર્ટ કેસોની સીધી અસર અદાણી ગૃપના વ્યવસાય પર પડી છે. અમેરિકામાં 10 બિલિયન ડોલરનું રોકાણ કરવાની યોજના બંધ કરી દેવામાં આવી છે. ફ્રેન્ચ કંપની ટોટલ એનર્જીઝે કહ્યું છે કે જ્યાં સુધી મામલો સ્પષ્ટ ન થાય ત્યાં સુધી તે અદાણી ગૃપમાં કોઈ નવું ભંડોળ નહીં આપે. આ ઉપરાંત, અદાણી ગૃપે કેન્યામાં 2.6 બિલિયન ડોલરના એરપોર્ટ અને પાવર પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ પણ ગુમાવ્યો છે. ધરપકડનો ભય હોવાથી અદાણી પોતે અમેરિકા જઈ શકતા નથી.

 ભારતમાં વાપસીની કોશિશ, પરંતુ વિદેશી સોદો અટક્યો

જો કે અદાણી ગૃપે ભારતમાંથી ફંડ એકત્ર કરીને અને મોટા સોદાઓ પર બોલી લગાવીને વાપસીની કોશિશ કરી છે, પરંતુ અમેરિકી તપાસના કારણે વિદેશી બેન્કોમાંથી લોન લેવી અને નવી આંતરરાષ્ટ્રીય ડિલ કરવાનું મુશ્કેલ થઈ ગયું છે. આ મુકદ્દમો કંપની માટે "રેગ્યુલેટરી ઓવરહેંગ" બની રહ્યો છે.

અંબાણી પર પણ અસર

આ દબાણ ફક્ત અદાણી પૂરતું મર્યાદિત નથી. ભારતના બીજા સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી પણ અમેરિકન રાજકારણના પ્રભાવ હેઠળ આવી ગયા છે. ટ્રમ્પ વહીવટીતંત્રે ભારતીય રિફાઇનરીઓ પર રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદીને "યુદ્ધમાં નફાખોરી" કરવાનો આરોપ મૂક્યો હતો. આ કારણે, અંબાણી પરિવારે ન્યૂયોર્કમાં યોજાનારા એક મોટા સાંસ્કૃતિક કાર્યક્રમને પણ મુલતવી રાખ્યો હતો.