Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Crude oil prices skyrocket: Pressure mounts on loss-making state-owned oil companies

VIDEO: ક્રૂડ ઓઇલના ભાવ આસમાને: નુકસાન વેઠી રહેલી સરકારી ઓઇલ કંપનીઓ પર ફરી વધ્યું દબાણ

Timeછેલ્લું અપડેટ : 26 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદ : ભારતની ક્ડ ઓઇલની બાસ્કેટ ૨૩ જુલાઈના રોજ વાૃધીને ૧૦૩.૩૩ ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ છે, જે ૩ જુલાઈના ૬૮.૨૧ ડોલરની સરખામણીએ ૫૧.૫% વાૃધુ છે. જુલાઈના નીચા સ્તરે યુએસ-ઈરાન શાંતિ કરારની અપેક્ષાઓને કારણે ભાવમાં થોડો સમય ઘટાડો થયો હતો. તેના કારણે નુકસાન વેઠી રહેલી સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પર ફરીથી દબાણ શરૂ થયું છે.

App Store

તાજેતરનો ઉછાળો સપ્ટેમ્બરના કોન્ટ્રેક્ટ્સમાં જોવા મળી રહ્યો છે. જો આગામી થોડા અઠવાડિયા સુાૃધી ક્રૂડના ભાવ ઊંચા રહેશે, તો તેની અસર બીજી અને ત્રીજી ત્રિમાસિક ગાળામાં ઓઇલ રિટેલર્સની નાણાકીય કામગીરી પર પડી શકે છે તેમ ઓઇલ માર્કેટિંગ કંપનીના સુત્રોએ જણાવ્યું હતું.

૨૩ જુલાઈનો સ્તર જુલાઈના સરેરાશ ૭૯.૧૦ ડોલર પ્રતિ બેરલ કરતાં ૩૦.૬% વાૃધુ અને જૂનની સરેરાશ ૮૩.૨૨ ડોલર કરતાં ૨૪.૨% વાૃધુ હતો. તે મે મહિનાના ૧૦૬.૨૩ ડોલર કરતાં માત્ર ૨.૭% નીચો અને એપ્રિલના ૧૧૪.૪૮ ડોલર કરતાં ૯.૭% નીચો હતો.

શુક્રવારે ઓઇલ વાયદામાં ૩% કરતાં વાૃધુનો ઘટાડો નોંાૃધાયો હતો, પરંતુ લાલ સમુદ્રમાં ઊર્જાના પુરવઠામાં વાૃધી રહેલી અડચણો અને યુએસ-ઇઝરાયેલ તથા ઇરાન વચ્ચે વાૃધતા તણાવના ડર વચ્ચે તે સાપ્તાહિક ાૃધોરણે મજબૂત વાૃધારા તરફ આગળ વાૃધી રહ્યો હતો.

વિશ્લેષકોએ જણાવ્યું હતું કે જૂનમાં બજારમાં થોડા સમય માટે સ્થિરતા જોવા મળી હતી, પરંતુ તાજેતરના જીઓપોલિટિકલ વિકાસે દર્શાવ્યું છે કે ઓપરેટિંગ વાતાવરણ કેટલી ઝડપથી બદલાઈ શકે છે. રશિયન ક્ડ તેલ પર ડિસ્કાઉન્ટ ન મળવાને કારણે ચિંતા વાૃધી છે, જોકે તે પુરવઠાની સ્થિરતા પૂરી પાડવાનું ચાલુ રાખે છે.

બાબ અલ-મંદેબ મધ્યમ માર્ગ પર થતી અડચણો આગામી ઊર્જા-સુરક્ષા પડકાર તરીકે ઉભરી શકે છે. કોઈપણ લાંબા ગાળાની અડચણ સાઉદી અરેબિયા અને રશિયાથી ક્રૂડના પુરવઠાને જોખમમાં મૂકી શકે છે, જ્યારે ફ્રેટ (ભાડા) ખર્ચ અને વૈશ્વિક તેલના ભાવમાં વાૃધારો કરી શકે છે.

જો સંઘર્ષ એક મહિના સુાૃધી મર્યાદિત રહેશે, તો બ્રેન્ટ માસિક સરેરાશ ૯૪ ડોલરની આસપાસ સીમિત રહેવાની સંભાવના છે. જો અડચણો ત્રણ મહિના સુાૃધી લંબાય છે, તો દરેક વાૃધારાનો મહિનો બ્રેન્ટમાં ૭-૮ ડોલર પ્રતિ બેરલ ઉમેરી શકે છે અને તેની માસિક સરેરાશને લગભગ ૧૧૪ ડોલર સુાૃધી જઈ શકે છે.