Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Stock market tumbles as crude oil crosses $92: Sensex falls 367 points, Nifty tumbles

VIDEO: ક્રૂડ ઓઇલ $92ને પાર પહોંચતાં શેરબજારમાં કડાકો: સેન્સેક્સ 367 પોઈન્ટ અને નિફ્ટી ગબડ્યા

Timeછેલ્લું અપડેટ : 22 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મધ્ય પૂર્વમાં (Middle East) વધી રહેલા સૈન્ય સંઘર્ષ અને ક્રૂડ ઓઇલના (Crude Oil) ભાવમાં સતત થઈ રહેલા વધારાને કારણે બુધવારે ભારતીય શેરબજારમાં (Stock Market) મંદીનો માહોલ જોવા મળ્યો હતો. બ્રિન્ટ ક્રૂડની કિંમત પ્રતિ બેરલ $92 ને પાર પહોંચી જતાં ફુગાવાની (Inflation) ચિંતા અને કંપનીઓના નફાકારકતા (Corporate Profitability) પર દબાણ વધવાની આશંકાએ રોકાણકારોએ વેચવાલી હાથ ધરી હતી.

App Store

સવારે આશરે ૯:૨૦ વાગ્યે:

BSE સેન્સેક્સ (BSE Sensex): 367.92 પોઈન્ટ (0.47%) ના ઘટાડા સાથે 77,102.19 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

NSE નિફ્ટી50 (NSE Nifty50): 99.10 પોઈન્ટ (0.41%) ગબડીને 24,088.60 ના સ્તરે પહોંચી ગયો હતો.

તેલના ભાવમાં ઉછાળાથી રોકાણકારોની ચિંતા વધી

આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ (Brent Crude) 1.16% વધીને $92.07 પ્રતિ બેરલ પહોંચી ગયું છે, જે જૂન પછીનું સૌથી ઉંચુ સ્તર છે. વિશ્વના ત્રીજા સૌથી મોટા તેલ આયાતકાર (Oil Importer) દેશ તરીકે ભારત માટે કાચા તેલના ભાવ વધવા તે આયાત બિલ (Import Bill), ફુગાવો અને રૂપિયાના મૂલ્ય માટે મોટો પડકાર છે.

તેલના ભાવ વધવાથી એવિએશન (Aviation), પેઇન્ટ્સ, કેમિકલ્સ અને કન્ઝ્યુમર ગુડ્ઝ જેવા ક્ષેત્રો પર સીધી નકારાત્મક અસર પડે છે.

બેંકિંગ અને IT શેરોમાં કડાકો, ઓટો સેક્ટરમાં સુધારો

બજારમાં વેચવાલીનું દબાણ મુખ્યત્વે બેંકિંગ અને આઇટી ક્ષેત્રે જોવા મળ્યું હતું:

બેંકિંગ અને IT: નિફ્ટી પ્રાઇવેટ બેંક 0.83%, પબ્લિક સેક્ટર બેંક (PSU Bank) 0.98% અને IT ઇન્ડેક્સ 0.69% ગબડ્યા હતા. આ ઉપરાંત ફાર્મા (-1.13%) અને રિયાલ્ટી (-0.75%) માં પણ ઘટાડો નોંધાયો હતો.

ઓટો સેક્ટર (Auto Sector): મજબૂત પ્રથમ ત્રિમાસિક (Q1 Results) પરિણામોની અપેક્ષાએ નિફ્ટી ઓટો ઇન્ડેક્સ 0.97% ના સુધારા સાથે લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યો હતો.

વોલેટિલિટી ઇન્ડેક્સ (India VIX): બજારની અસ્થિરતા દર્શાવતો ઇન્ડેક્સ 2.51% વધીને 12.92 પર પહોંચ્યો હતો, જે રોકાણકારોની સાવચેતી દર્શાવે છે.

નિષ્ણાંતોનું શું કહેવું છે?

નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર અમેરિકા-ઈરાન સંઘર્ષ (US-Iran Conflict) અને ક્રૂડના વધતા ભાવ બજાર માટે મુખ્ય પડકાર રહેશે.  "બેંકિંગ શેરોમાં કરેક્શન હવે પૂર્ણતાના આરે છે અને તે આકર્ષક વેલ્યુએશન પર ઉપલબ્ધ છે. FCNR ડિપોઝિટમાં $20 બિલિયનથી વધુનો સકારાત્મક પ્રવાહ આવવાથી રૂપિયો સ્થિર રહેશે. રોકાણકારોએ બજારના ઘટાડાનો ઉપયોગ મજબૂત ફંડામેન્ટલ ધરાવતા શેરોમાં રોકાણ કરવા માટે કરવો જોઈએ."