EPFO સભ્યો માટે મોટી લોટરી! હવે 3 દિવસની રાહ જોવાના બદલે સીધા UPIથી ઉપાડી શકાશે PFના પૈસા, જાણો શું છે નિયમ

EPFO: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના સભ્યો માટે મોટા સમાચાર છે. હવે સભ્યો પોતાના EPF ખાતામાંથી સીધા UPI દ્વારા બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી શકશે. શ્રમ મંત્રાલયના ઉચ્ચ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ નવી સુવિધા આ વર્ષે એપ્રિલ 2026થી શરૂ થઈ જશે.
આ ફેરફાર EPFOને બેંક જેવી આધુનિક સુવિધાઓ આપવા અને સભ્યોને વધુ સુગમતા, ઝડપી ઉપાડ અને સરળ પ્રક્રિયા પૂરી પાડવા તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે. સભ્યોને સલાહ આપવામાં આવી છે કે તેઓ પોતાનો UAN અપડેટ રાખે અને સત્તાવાર EPFO પોર્ટલ કે એપ પર નજર રાખે.
નવી સિસ્ટમ કેવી રીતે કામ કરશે?
શ્રમ મંત્રાલય એક મોટા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે, જેમાં:
EPF બેલેન્સનો એક હિસ્સો (ન્યૂનતમ 25%) ફ્રીઝ (લોક) રહેશે, જેથી નિવૃત્તિ માટે પૂરતી રકમ જળવાઈ રહે.
બાકીનો મોટો હિસ્સો (આશરે 75% સુધી) સભ્યો સીધા તેમના બેંક એકાઉન્ટમાં UPI દ્વારા મેળવી શકશે.
સભ્યો UPI એપ્સ અથવા ATM દ્વારા પાત્ર બેલેન્સ જોઈ શકશે અને UPI પિન નાખીને સુરક્ષિત રીતે પૈસા ટ્રાન્સફર કરી શકશે.
સોફ્ટવેર અપડેટ અને મુખ્ય ફાયદા
EPFO પોતાના સોફ્ટવેરને અપડેટ કરી રહ્યું છે જેથી આ સિસ્ટમ કોઈ પણ અવરોધ વગર ચાલે.
આ સુવિધાથી આશરે 8 કરોડ સભ્યોને ફાયદો થશે.
હાલમાં PF ઉપાડવા માટે ફોર્મ ભરીને રાહ જોવી પડે છે, જે સમય લેતી પ્રક્રિયા છે. નવી વ્યવસ્થામાં ક્લેમ 3 દિવસમાં પતી જશે.
ઓટો-સેટલમેન્ટની મર્યાદા ₹1 લાખથી વધારીને ₹5 લાખ કરવામાં આવી છે.
નવી સિસ્ટમ કેમ જરૂરી છે?
આ સુવિધા બીમારી, શિક્ષણ, લગ્ન કે ઘરના નિર્માણ જેવા તાત્કાલિક ખર્ચાઓ માટે ત્વરિત ફંડ પૂરું પાડશે. દર વર્ષે 5 કરોડથી વધુ ક્લેમ સેટલ કરવામાં આવે છે, નવી સિસ્ટમથી EPFO નો કાર્યભાર અને સમય બંને ઘટશે.
PF ઉપાડના નવા નિયમો
પાત્ર બેલેન્સના 100% (કર્મચારી + એમ્પ્લોયરનો હિસ્સો) ઉપાડી શકાશે, પરંતુ 25% બેલેન્સ હંમેશા ખાતામાં રાખવું પડશે.
હાલમાં વ્યાજ દર 8.25% છે, જે નિવૃત્તિ ભંડોળ વધારવામાં મદદ કરે છે.
પહેલાના 13 જટિલ નિયમોને બદલે હવે માત્ર 3 મુખ્ય શ્રેણીઓ જ રહેશે:
જરૂરી જરૂરિયાતો (બીમારી, શિક્ષણ, લગ્ન)
હાઉસિંગ (ઘર માટેની જરૂરિયાતો)
વિશેષ સંજોગો

