Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Big bang in gold-silver prices: Silver rises by ₹ 4,700, gold crosses ₹ 1.55 lakh mark

સોના-ચાંદીના ભાવમાં મોટો ધડાકો: ચાંદી ₹4,700 ઉછળી, સોનું ₹1.55 લાખની સપાટીને પાર

Timeછેલ્લું અપડેટ : 12 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોના-ચાંદીના ભાવમાં મોટો ધડાકો: ચાંદી ₹4,700 ઉછળી, સોનું ₹1.55 લાખની સપાટીને પાર
સોર્સ : gstv

દેશના વાયદા બજાર (MCX) પર કિંમતી ધાતુઓમાં મજબૂત તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. સોના અને ચાંદી બંનેના ભાવમાં આજે જોરદાર ઉછાળો નોંધાયો છે, જેના કારણે રોકાણકારો અને બુલિયન બજારમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચાંદીના વાયદા ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે, જ્યારે સોનાએ ₹1,55,000 ની માનસિક સપાટી સ્પર્શી લીધી છે.

App Store

ચાંદી (Silver) ના વાયદા ભાવની સ્થિતિ:

MCX પર ચાંદીના 04-Sep-26 ના વાયદા કોન્ટ્રાક્ટમાં જોરદાર તેજી જોવા મળી છે. ચાંદી આજે 240000 રૂપિયાની સપાટીને ક્રોસ કરી ચૂકી છે. ચાંદીમાં આજે કુલ 4790 રૂપિયાનો ઉછાળો નોંધાઈ ચૂક્યો છે. જોકે સમાચાર લખાવા સુધી તેમાં થોડુંક કરેક્શન નોંધાયું હતું

જૂનો બંધ ભાવ (Prev. Close): ₹2,35,659.00
નવો ઓપન ભાવ (Open): ₹2,37,973.00
દિવસનો હાઇ (High): ₹2,40,449.00
દિવસનો લો (Low): ₹2,36,500.00
વર્તમાન ટ્રેડિંગ ભાવ: ₹2,40,332.00 (+1.98% / +₹4,673.00 નો વધારો)
ચાંદીએ જૂના બંધ ભાવ ₹2,35,659 સામે ₹2,37,973 પર મજબૂત ઓપનિંગ આપ્યા બાદ ટ્રેડિંગ દરમિયાન ₹2,40,449 ની ઊંચી સપાટી બનાવી હતી.

સોના (Gold) ના વાયદા ભાવની સ્થિતિ:

બીજી તરફ, સોનાના 05-Oct-26 વાયદા કોન્ટ્રાક્ટમાં પણ શાનદાર મજબૂતી જોવા મળી છે. સોનું પણ આજે 1325 રુપિયા જેટલું પ્રતિ ગ્રામ મોંઘુ થયું છે. જોકે સમાચાર લખાવા સુધી તેમાં 1235 રૂપિયાની તેજી નોંધાઈ હતી. સોનું હાલ 155000 ની સપાટીને વટાવી ચૂક્યું છે.

જૂનો બંધ ભાવ (Prev. Close): ₹1,53,765.00
નવો ઓપન ભાવ (Open): ₹1,54,947.00
દિવસનો હાઇ (High): ₹1,55,090.00
દિવસનો લો (Low): ₹1,54,204.00
વર્તમાન ટ્રેડિંગ ભાવ: ₹1,55,000.00 (+0.80% / +₹1,235.00 નો વધારો)

સોનું જૂના બંધ ભાવ ₹1,53,765 સામે ₹1,54,947 ના ભાવ પર ખૂલ્યું હતું અને ટ્રેડિંગ દરમિયાન ₹1,55,090 નો હાઇ બનાવીને હાલમાં ₹1,55,000 ની મહત્વપૂર્ણ સપાટી પર ટ્રેડ કરી રહ્યું છે.