Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Before buying gold and silver, read how much the price of precious metals increased

VIDEO: સોના-ચાંદી ખરીદતા પહેલાં વાંચી લો, આ અઠવાડિયે કીમતી ધાતુઓમાં કેટલો ભાવ વધ્યો?

Timeછેલ્લું અપડેટ : 25 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

Gold and Silver Prices Surge: વૈશ્વિક સ્તરે વધતી અસ્થિરતા અને અમેરિકા-ઈરાન યુદ્ધના કારણે આ અઠવાડિયે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. આ અઠવાડિયા દરમિયાન સોનાના ભાવમાં ₹2,000થી વધુ અને ચાંદીના ભાવમાં ₹6,000થી વધુનો વધારો નોંધાયો છે. ઇન્ડિયા બુલિયન જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, આંતરરાષ્ટ્રીય બજારમાં અનિશ્ચિતતાનો માહોલ હોવાથી સ્થાનિક બજારમાં પણ તેની સીધી અસર જોવા મળી રહી છે.

App Store

સોનાના વિવિધ કેરેટના ભાવમાં નોંધપાત્ર વધારો

ઇન્ડિયા બુલિયન જ્વેલર્સ એસોસિએશન (IBJA)ના આંકડા અનુસાર, આ અઠવાડિયે સોનાના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. 24 કેરેટ સોનાનો ભાવ ₹2622ના વધારા સાથે પ્રતિ 10 ગ્રામ ₹1,43,781 થઈ ગયો છે, જે પહેલા ₹1,41,159 હતો. તેમજ 22 કેરેટ સોનાનો ભાવ વધીને ₹1,31,703 થયો છે, જે અગાઉ ₹1,29,302 હતો. જ્યારે 18 કેરેટ સોનું ₹1,05,869થી વધીને ₹1,07,836 પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી ગયું છે.

આ અઠવાડિયા દરમિયાન 20 જુલાઈના રોજ સવારે સોનાનો સૌથી નીચો ભાવ ₹1,41,915 નોંધાયો હતો, જ્યારે 23 જુલાઈના રોજ સવારે સોનું વધીને ₹1,45,557ની સૌથી ઊંચી સપાટીએ પહોંચ્યું હતું.

ચાંદીની કિંમતમાં પણ ઉછાળો

સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ ચમકારો જોવા મળ્યો છે. ચાંદીનો ભાવ ₹6974 વધીને ₹2,22,721 પ્રતિ કિલો થઈ ગયો છે, જે પહેલા ₹2,15,474 પ્રતિ કિલો હતો. આ અઠવાડિયે ચાંદીનો સૌથી ઊંચો ભાવ 22 જુલાઈના રોજ ₹2,26,238 પ્રતિ કિલો રહ્યો હતો, જ્યારે સૌથી નીચો ભાવ 24 જુલાઈના ₹2,19,556 પ્રતિ કિલો નોંધાયો હતો.

આંતરરાષ્ટ્રીય પરિબળો અને આગામી દિશા

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ 4,055 ડોલર પ્રતિ ઔંસ અને ચાંદીનો ભાવ 58 ડોલર પ્રતિ ઔંસની આસપાસ પહોંચી ગયો છે. નિષ્ણાતોના મતે, આ ઉછાળાનું મુખ્ય કારણ વૈશ્વિક તણાવ અને અમેરિકા-ઈરાન વચ્ચે વધેલું યુદ્ધ છે. ઉપરાંત, આગામી અઠવાડિયે વ્યાજદરો અંગે આવનારો યુએસ ફેડ (US Fed)નો નિર્ણય સોના અને ચાંદીની આગામી દિશા નક્કી કરવામાં મહત્ત્વનો ભાગ ભજવશે.