VIDEO: વાયદા બજારમાં મોટો કડાકો: અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે સોના-ચાંદીના ભાવ ગગડ્યા
Gold and Silver Price News : અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર યુદ્ધ જેવી સ્થિતિ શરૂ થતાં વૈશ્વિક બજારની નબળાઈ ને કારણે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોના અને ચાંદીના ભાવમાં મોટો કડાકો જોવા મળ્યો છે. આજે સવારના સત્રમાં બંને કિંમતી ધાતુઓ લાલ નિશાન સાથે કારોબાર કરી રહી છે, જેના કારણે સોના અને ચાંદીના રોકાણકારોમાં ભારે હલચલ મચી ગઈ છે.
સોનાના ભાવમાં ઘટાડો
MCX પર 05 ઓગસ્ટ 2026ની એક્સપાયરી વાળું સોનું આજે નબળાઈ સાથે ખૂલ્યું હતું. સોનાનો અગાઉનો બંધ ભાવ (Prev. Close) ₹1,45,300.00 હતો, જેની સામે આજે બજાર ખુલતાની સાથે જ તે ₹1,44,890.00 ના સ્તરે ઓપન (Open) થયું હતું. આજના કારોબાર દરમિયાન સોનાએ ₹1,45,061.00 નો હાઈ અને ₹1,44,500.00 નો લો બનાવ્યો છે. એટલે કે સોનામાં કુલ 800 નો કડાકો બોલાઈ ગયો હતો. હાલમાં સમાચાર લખાઈ રહ્યા છે ત્યારે સોનું ₹750.00 (-0.52%) ના ઘટાડા સાથે ₹1,44,550.00 પર ટ્રેડ કરી રહ્યું છે.
ચાંદીના ભાવમાં ગાબડું
બીજી તરફ, ચાંદીના ભાવમાં સોના કરતાં પણ વધુ તીવ્ર ઘટાડો નોંધાયો છે. 04 સપ્ટેમ્બર 20ની એક્સપાયરી વાળી ચાંદીનો અગાઉનો બંધ ભાવ ₹2,26,377.00 હતો. આજે તે પણ ઘટાડા સાથે ₹2,26,368.00 ના ભાવે ઓપન થઈ હતી. બજાર ખુલ્યા બાદ સતત વેચવાલીના કારણે ચાંદી પ્રિવાઇસ ક્લોઝથી અંદાજે ₹2,961.00 (-1.31%) જેટલી તૂટીને હાલ ₹2,23,416.00 ના સ્તરે આવી ગઈ છે. આજના દિવસ દરમિયાન ચાંદીમાં ₹2,22,600.00 નો નીચલો સ્તર જોવા મળ્યો હતો. જે દર્શાવે છે કે ચાંદીમાં કુલ 3777 નો કડાકો આવ્યો હતો.

