Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : 65% profit in just 3 months! If you also have this penny stock, then know the warning of experts!

માત્ર 3 મહિનામાં 65%નો નફો! જો તમારી પાસે પણ છે આ penny stock, તો જાણી લો નિષ્ણાતોની ચેતવણી!

Timeછેલ્લું અપડેટ : 26 Jun 2026
લાઇવ ટીવીGoogle News
માત્ર 3 મહિનામાં 65%નો નફો! જો તમારી પાસે પણ છે આ penny stock, તો જાણી લો નિષ્ણાતોની  ચેતવણી!
સોર્સ : gstv

ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયાના શેરમાં છેલ્લા કેટલાક મહિનામાં જબરદસ્ત તેજી આવી છે. કંપનીનો શેર છેલ્લા 3 મહિનામાં આશરે 65 ટકા ઉછળ્યો છે. આ સાથે જ, 52 અઠવાડિયાની નીચલી સપાટીથી વોડાફોન આઈડિયાનો શેર 130 ટકા વધી ગયો છે. કંપનીના શેરમાં આવેલી આ તોફાની તેજી છતાં, માર્કેટ એક્સપર્ટ્સ ફંડામેન્ટલ ચિંતાઓને કારણે રોકાણકારોને સાવધ રહેવાની સલાહ આપી રહ્યા છે. વોડાફોન આઈડિયાનો શેર ગુરુવારે BSE પર 14.07 રૂપિયા પર બંધ થયો છે. વોડાફોન આઈડિયાએ મે મહિનામાં સતત ચોથા મહિને નેટ વાયરલેસ સબસ્ક્રાઇબર્સ ઉમેર્યા છે.

App Store

ટેલિકોમ કંપનીનો શેર 130% ઉછળ્યો

ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયા (Vodafone Idea) નો શેર તેના 52 અઠવાડિયાની નીચલી સપાટીથી 130 ટકા વધી ગયો છે. 14 ઓગસ્ટ 2025ના રોજ કંપનીનો શેર 6.12 રૂપિયા પર હતો. જે 25 જૂન 2026ના રોજ વધીને 14.07 રૂપિયા પર બંધ થયો છે. જો છેલ્લા 3 મહિનાની વાત કરીએ તો કંપનીના શેરમાં 65 ટકાનો ઉછાળો આવ્યો છે. છેલ્લા એક વર્ષમાં કંપનીનો શેર આશરે 98 ટકા વધ્યો છે. ટેલિકોમ કંપનીના શેરનું 52 અઠવાડિયાનું હાઈ લેવલ 15.35 રૂપિયા છે. ગુરુવારે વોડાફોન આઈડિયાનું માર્કેટ કેપ 1.52 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી ગયું છે.

કેટલાય પોઝિટિવ અપડેટ્સથી કંપનીના શેરમાં હલચલ

છેલ્લા કેટલાક મહિનામાં આવેલા પોઝિટિવ અપડેટ્સને કારણે વોડાફોન આઈડિયાના શેરમાં સારી હલચલ જોવા મળી છે. મે મહિનાની શરૂઆતમાં ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) એ વોડાફોન આઈડિયાનું એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (AGR) 27 ટકા ઘટાડીને 64,046 કરોડ રૂપિયા કરી દીધું હતું. કંપનીના શેરને બીજો મોટો ફાયદો ત્યારે મળ્યો, જ્યારે કુમાર મંગલમ બિરલા વોડાફોન આઈડિયાના નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન બન્યા. આશરે પાંચ વર્ષ પહેલાં તેમણે આર્થિક દબાણ વચ્ચે ટેલિકોમ કંપનીના આ જ પદ પરથી રાજીનામું આપ્યું હતું. આ સિવાય, વોડાફોન આઈડિયાએ આ અઠવાડિયાની શરૂઆતમાં જાહેરાત કરી છે કે તેણે વોરંટ્સ ઇશ્યૂ દ્વારા પ્રમોટર આદિત્ય બિરલા ગ્રૂપ પાસેથી 1182 કરોડ રૂપિયા મેળવ્યા છે.

કંપનીએ સતત ચોથા મહિને મોબાઈલ યુઝર્સ ઉમેર્યા

વોડાફોન આઈડિયા (Vodafone Idea) એ સતત ચોથા મહિને નેટ વાયરલેસ સબસ્ક્રાઇબર્સ ઉમેર્યા છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) દ્વારા જાહેર કરવામાં આવેલા લેટેસ્ટ માસિક ડેટા અનુસાર, કંપનીએ મે મહિનામાં 1.21 લાખ ગ્રાહકો ઉમેર્યા છે. આ પહેલાં, એપ્રિલમાં વોડાફોન આઈડિયાએ 53,257 નેટ વાયરલેસ સબસ્ક્રાઇબર્સ ઉમેર્યા હતા. જ્યારે કંપનીએ માર્ચમાં 1,02,899 અને ફેબ્રુઆરીમાં 21,927 નેટ વાયરલેસ સબસ્ક્રાઇબર્સ ઉમેર્યા હતા. છેલ્લા 4 મહિનામાં આ ટેલિકોમ કંપનીએ કુલ 2,99,372 નેટ સબસ્ક્રાઇબર્સ ઉમેર્યા છે