Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / બુલેટિન : Uproar as Hyderabad road named after 'Trump', Ram temple donation theft was predicted 6 years ago

EVENING BULLETIN: હૈદરાબાદના રસ્તાને 'ટ્રમ્પ'નું નામ અપાતા હોબાળો, 6 વર્ષ અગાઉ રામમંદિર દાન ચોરીની ભવિષ્યવાણી થઈ હતી! ગિફ્ટ સિટીમાં દારૂ પરનો VAT ઘટાડાયો

Timeછેલ્લું અપડેટ : 24 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

હૈદરાબાદના રસ્તાને 'ટ્રમ્પ'નું નામ અપાતા હોબાળો

App Store

હૈદરાબાદમાં અમેરિકન એમ્બેસી પાસેના રસ્તાને 'ડોનાલ્ડ ટ્રમ્પ એવન્યુ' નામ અપાતા રાજકીય ગરમાવો વ્યાપ્યો છે. ભારત સ્થિત અમેરિકાના એમ્બેસેડર સર્જિયો ગોર અને તેલંગાણાના નાયબ મુખ્યમંત્રી ભટ્ટી વિક્રમાર્કે સંયુક્ત રીતે અહીં એક તકતીનું અનાવરણ કરીને આ માર્ગનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી પણ ઉપસ્થિત રહ્યા હતા. ભાજપે કોંગ્રેસ પર બેવડા ધોરણોનો આક્ષેપ કર્યો છે.

 ભારત નહીં માને... જે.ડી.વેન્સનો યુદ્ધ પ્લાન ટ્રમ્પે ફગાવ્યો

અમેરિકાના ઉપ પ્રમુખ જેડી વેન્સે યુક્રેન યુદ્ધમાં ભારતીય સૈનિકોને તહેનાત કરવાનો પ્લાન તૈયાર કર્યો હતો.  વેન્સે અમેરિકાના ડોનાલ્ડ ડોનાલ્ડ ટ્રમ્પ સમક્ષ આ પ્લાનનો પ્રસ્તાવ પણ રજૂ કર્યો હતો. જોકે, ટ્રમ્પે આ પ્લાન સાંભળતાની સાથે જ તેને તાત્કાલિક ફગાવી દીધો હતો. ટ્રમ્પે સ્પષ્ટ કહ્યું હતું કે ભારત આના માટે ક્યારેય તૈયાર નહીં થાય. તાજેતરમાં જ પ્રકાશિત થયેલા એક નવા પુસ્તકમાં આ દાવો કરવામાં આવ્યો છે. 

કોલકાતામાં નિર્માણાધીન ગોડાઉનનો શેડ ધરાશાયી 

પશ્ચિમ બંગાળના પાટનગર કોલકાતાના તારાતલ્લા વિસ્તારમાંથી એક અત્યંત ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. બુધવારે બપોરે અહીં એક નિર્માણાધીન (બાંધકામ હેઠળના) ગોડાઉનનો વિશાળ શેડ પત્તાના મહેલની જેમ અચાનક તૂટી પડ્યો હતો. આ કરુણ અકસ્માત સમયે ત્યાં આશરે 50 થી 60 જેટલા મજૂરો કામ કરી રહ્યા હતા, જેઓ પલકવારમાં જ કાટમાળના પહાડ નીચે ફસાઈ ગયા છે. ઘટનાની ગંભીરતાને જોતાં સ્થાનિક પ્રશાસનની સાથે ભારતીય સેના (આર્મી) ને પણ તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશનમાં ઉતારવામાં આવી છે.

 6 વર્ષ અગાઉ રામમંદિર દાન ચોરીની ભવિષ્યવાણી થઈ હતી!

અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા ચડાવવામાં આવેલા કરોડો રૂપિયાનું રોકડ દાન અને સોના-ચાંદીના દાગીનામાં હેરાફેરીનો મામલો હવે દેશના સૌથી મોટા નાણાકીય વિવાદો પૈકીનો એક બનતો જઈ રહ્યો છે. આ વચ્ચે એક અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે કે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની રચનાના ગણતરીના મહિનાઓ બાદ, નવેમ્બર 2020માં એક ખાનગી ઓડિટ ફર્મે તેના મેનેજમેન્ટને અત્યંત બિન-વ્યાવસાયિક ગણાવ્યું હતું અને ચેતવણી આપી હતી કે અહીં દાનનો કોઈ વ્યવસ્થિત રેકોર્ડ રાખવામાં નથી આવી રહ્યો.

ચૈતર વસાવાના સમર્થનમાં 'આપ'ની સપોર્ટ માર્ચ

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રભારી ગોપાલ રાયે ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં ગુજરાતમાં ત્રણ ચરણોમાં “સપોર્ટ માર્ચ” યોજવાની જાહેરાત કરી છે.  ગોપાલ રાયે જણાવ્યું કે ચૈતર વસાવાને ખોટા કેસમાં સાત વર્ષની સજા થઈ છે. ભાજપ સરકાર બદલાની ભાવનાથી કામ કરી રહી છે અને આદિવાસી સમાજના હક માટે લડતા નેતાઓ પર દમન ગુજારી રહી છે. આ અન્યાય સામે હવે સમગ્ર ગુજરાત લડશે.

વડોદરા ભાજપમાં જૂથવાદ ચરમસીમાએ

વડોદરાના વાઘોડિયા નગરમાં ભાજપનો આંતરિક જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. પાલિકાએ કોમ્પ્લેક્સનું ડ્રેનેજ કનેક્શન કાપતા સ્થાનિક નેતાએ ફટાકડા ફોડી અનોખો વિરોધ કર્યો."

ખેડૂત આંદોલનના સમર્થનમાં ભાજપ નેતાનું રાજીનામું

મોરબી જિલ્લામાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના સમર્થનમાં સત્તાધારી પક્ષ ભાજપમાં રાજીનામાનો દોર શરૂ થતાં જ રાજકીય આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે.  માળીયા તાલુકા ભાજપના ઉપપ્રમુખ ભાવિક કાવરે ખેડૂતોની પડતર માંગણીઓ અને આંદોલનને ખુલ્લો ટેકો જાહેર કરીને પોતાના હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું છે. 

ગિફ્ટ સિટીમાં દારૂ પરનો વેટ ઘટાડાયો

ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીને વૈશ્વિક નાણાકીય અને વ્યાવસાયિક હબ તરીકે વધુ આકર્ષક બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્વનો આર્થિક નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે બે અલગ-અલગ જાહેરનામા બહાર પાડીને ગિફ્ટ સિટીમાં પીરસાતા વિદેશી દારૂ પરના વેલ્યુ એડેડ ટેક્સ (VAT) ને 65% થી ઘટાડીને સીધો 25% કરી દીધો છે.