VIDEO: NEWS AFTERNOON/ ટ્રમ્પે રશિયન ઓઇલ પરનો ટેરિફ ઘટાડ્યો, પાકિસ્તાનમાં હવે લોકો સામે 'રોટલા' નું સંકટ! અમદાવાદ રથયાત્રામાં કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી રખાશે હાઇટેક નજર
મિડલ ઇસ્ટમાં ભીષણ જંગ, ગ્લોબલ એનર્જી ક્રાઈસિસ વકરી!
અમેરિકાએ માત્ર ૯૦ મિનિટના ભયાનક બોમ્બમારામાં ઈરાનના મિસાઈલ ઠેકાણાઓ ધ્વસ્ત કર્યા છે. ઈરાને વળતો પ્રહાર કરી અમેરિકી મિલિટ્રી બેઝને નિશાન બનાવ્યા હોવાનો દાવો કર્યો છે. આ ભીષણ યુદ્ધ વચ્ચે ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ બંધ થતાં ક્રૂડ ઓઇલના ભાવ આકાશે આંબ્યા છે અને વૈશ્વિક ઉર્જા સંકટ ઘેરૂ બન્યું છે.
ભારત-ચીનને ટ્રમ્પની મોટી રાહત, રશિયન ઓઇલ પર ટેરિફ ઘટ્યો!
અમેરિકન સેનેટમાં રશિયા પર પ્રતિબંધોનો નવો ખરડો રજૂ કરાયો છે. આ બિલમાં ભારત અને ચીન સહિતના દેશો પર રશિયન ઓઇલ ખરીદવા બદલ લાગતો ૫૦૦ ટકા ભારે ટેરિફ ઘટાડીને ૧૦૦ ટકા કરી મોટી રાહત અપાઇ છે, જેથી દેશોની એનર્જી સિક્યોરિટી જળવાઇ રહે.
પાકિસ્તાનમાં હવે લોકો સામે 'રોટલા' નું સંકટ!
પાકિસ્તાનમાં આર્થિક તંગી વચ્ચે હવે લોટનું નવું સંકટ સર્જાયું છે. પંજાબ ખાદ્ય વિભાગે પરમિટ બ્લોક કરી ૮,૦૦૦ ટન ઘઉંનો સપ્લાય અટકાવતા ઇસ્લામાબાદ અને રાવલપિંડીની ૪૫ ફ્લોર મિલો બંધ થવાના આરે છે, જેના કારણે લોટની કાળાબજારીનો ભય વધી ગયો છે.
'મારી હાલત એવી પણ નથી કે હું મરી જઉં...': સોનમ વાંગચુક
લદ્દાખની માંગણીઓ મુદ્દે ભૂખ હડતાળ પર બેઠેલા સોનમ વાંગચુકના અનશનનો આજે ૧૯મો દિવસ છે. ૮.૯ કિલો વજન ઘટવા છતાં તેઓ માનસિક રીતે મજબૂત છે અને લડત ચાલુ રાખવા જનતાનો સપોર્ટ માંગ્યો છે. તેમણે આગામી ૨૦ જુલાઈએ ‘ચલો સંસદ’ માર્ચનું મોટું આહવાન કર્યું છે, જેને વિપક્ષી નેતાઓનો પણ ટેકો મળ્યો છે.
પુરીમાં ભારે વરસાદ વચ્ચે ભવ્ય રથયાત્રાનો પ્રારંભ
ઓડિશાના પુરીમાં હવામાન વિભાગના વાવાઝોડા અને ભારે વરસાદના રેડ એલર્ટ વચ્ચે જગન્નાથ રથયાત્રાનો ભવ્ય પ્રારંભ થયો છે. મૂસળધાર વરસાદમાં પણ લાખો શ્રદ્ધાળુઓનો ઉત્સાહ ડગ્યો નથી અને ભક્તોએ 'જય જગન્નાથ' ના નારા સાથે રથ ખેંચી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે.
અમદાવાદમાં જગન્નાથજીની ૧૪૯મી રથયાત્રાનો પ્રારંભ
અમદાવાદમાં અષાઢી બીજે ભગવાન જગન્નાથ ભાઈ-બહેન સાથે નગરચર્યાએ નીકળ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી રથયાત્રા પ્રસ્થાન કરાવી હતી. જેમાં લાખો ભક્તો ઉમટ્યા છે, જ્યારે સુરક્ષા માટે 14,000 જવાનો, હાઇટેક ડ્રોન, એન્ટી-ડ્રોન ગન અને ગજરાજો માટે ખાસ 'વોઇસ AI' તથા GPS સિસ્ટમ કાર્યરત કરાઇ છે.
રથયાત્રામાં કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી રખાશે હાઇટેક નજર
અમદાવાદ રથયાત્રા દરમિયાન સુરક્ષા માટે પોલીસ સંપૂર્ણપણે એલર્ટ મોડમાં છે. ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી સીસીટીવી, ડ્રોન અને અત્યાધુનિક ટેક્નોલોજીની મદદથી સમગ્ર રૂટનું રિયલ-ટાઇમ મોનિટરિંગ કરાઇ રહ્યું છે, જેથી ભીડ નિયંત્રણ અને કાયદો-વ્યવસ્થા જાળવી યાત્રા શાંતિપૂર્ણ સંપન્ન થાય.
રાજકોટમાં વેપન કાર્ટેલ પર પોલીસનો સકંજો!
રાજકોટ PCB બ્રાન્ચે હથિયાર કાર્ટેલ કેસમાં વધુ બે નામચીન આરોપીઓ આરીફ પઠાણ અને જયપાલ ડેડાણીયાની ધરપકડ કરી છે. બંને પાસેથી દેશી બનાવટની ત્રણ પિસ્ટલ અને બે જીવતા કારતૂસ કબજે કરાયા છે. આ ગેંગ પાસેથી અત્યાર સુધીમાં કુલ ૨૧ હથિયારો જપ્ત કરાયા છે.

