Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / બુલેટિન : Temporary ban on Telegram in India!, Export duty on diesel-ATF increased! Serious allegations against Khan Sir

NEWS AFTERNOON: ભારતમાં ટેલિગ્રામ પર હંગામી પ્રતિબંધ!, ડીઝલ-ATF પર એક્સપોર્ટ ડ્યુટી વધી! ખાન સર પર ગંભીર આરોપ

Timeછેલ્લું અપડેટ : 16 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

NEETની પરીક્ષા ન થાય ત્યાં સુધી ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ, 30 જૂન સુધી આ ફીચર કામ નહીં કરે

App Store

NEET પરીક્ષામાં પેપર લીક અને અફવાઓ રોકવા સરકારે 22 જૂન સુધી ટેલિગ્રામ પર અસ્થાયી પ્રતિબંધ મૂક્યો છે. એટલું જ નહીં, મેસેજ એડિટ કરવાનું ફીચર પણ 30 જૂન સુધી બંધ રહેશે, જેથી કોઈ જૂના મેસેજ બદલીને નકલી પેપર લીકનો દાવો ન કરી શકે. 

સરકારનો મોટો નિર્ણય: ડીઝલ અને ATF પર એક્સપોર્ટ ડ્યુટીમાં વધારો ઝીંકાયો, જાણો તમારા પર શું અસર થશે

કેન્દ્ર સરકારે ડીઝલની નિકાસ પર ₹14 અને વિમાન ઇંધણ એટલે કે ATF પર ₹12.5 પ્રતિ લિટર ટેક્સ વધાર્યો છે. પેટ્રોલના દરો યથાવત છે. દેશમાં ઇંધણની અછત ન સર્જાય તે માટે આ નિર્ણય લેવાયો છે. જોકે, સ્થાનિક બજારમાં ભાવ સ્થિર રહેશે, એટલે સામાન્ય જનતા પર કોઈ અસર નહીં થાય.

ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો: ઈરાન ક્યારેય પરમાણુ હથિયાર નહીં બનાવે, 300 મિલિયન ડોલર આપવાની વાત અફવા!

અમેરિકા અને ઈરાન વચ્ચે ઐતિહાસિક શાંતિ કરારની તૈયારી શરૂ થઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે, ઈરાન પરમાણુ હથિયાર નહીં બનાવવા સંમત થયું છે. જ્યારે $300 મિલિયન આપવાની વાત અફવા છે. શુક્રવારે જિનીવામાં આ પ્રારંભિક કરાર પર સત્તાવાર હસ્તાક્ષર કરવામાં આવશે.

અમેરિકામાં મોટી દુર્ઘટના: વાયુસેનાનું B-52 બોમ્બર ઉડાન ભરતા જ ક્રેશ, 8 ક્રૂ મેમ્બર્સના કરુણ મોત

અમેરિકાના કેલિફોર્નિયામાં વાયુસેનાનું શક્તિશાળી B-52 બોમ્બર વિમાન ક્રેશ થયું છે. એડવર્ડ્સ એરફોર્સ બેઝ પરથી ઉડાન ભર્યાની ગણતરીની મિનિટોમાં જ આ અકસ્માત સર્જાયો હતો. આ ભયાનક દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ 8 ક્રૂ મેમ્બર્સના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા છે.

"હું સનાતની હિન્દુ છું..." ભાઈ પ્રિન્સ યાદવના મોત પર રૌશન આનંદનો ખાન સરને પડકાર

જ્ઞાન બિંદુ એકેડમીના સંચાલક રૌશન આનંદના ભાઈ પ્રિન્સ યાદવનું નેપાળમાં રહસ્યમય મોત થયું છે. જેલમાંથી બહાર આવતા જ રૌશને ખાન સર પર ષડયંત્રનો આરોપ લગાવ્યો છે. આ મામલે રાજકારણ ગરમાયું છે અને તેજસ્વી યાદવે સીબીઆઈ તપાસની માંગ કરી છે.

'કન્ફર્મ કરો કે તમે ક્યાંય નથી જઈ રહ્યા!' ગાયબ સાંસદોને ઉદ્ધવ ઠાકરેનો મેસેજ, બંગાળ જેવા 'ખેલા'નો ડર

મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી ભંગાણનો ડર સતાવી રહ્યો છે. શિવસેના યુબીટીની બેઠકમાંથી 5 સાંસદો ગાયબ રહેતા ઉદ્ધવ ઠાકરેએ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે ગાયબ સાંસદોને તાત્કાલિક વફાદારી સાબિત કરવા અને સ્થિતિ સ્પષ્ટ કરવા આદેશ આપ્યો છે.

ગોમતી નદીમાં શ્રદ્ધાળુઓની મોટી બેદરકારી

યાત્રાધામ દ્વારકાની ગોમતી નદીમાં પ્રતિબંધ હોવા છતાં બે શ્રદ્ધાળુઓ ડૂબતા બચ્યા છે. દરિયાના ભારે કરંટને લીધે તેજ પ્રવાહમાં તણાયેલા આધેડ અને યુવાનને લોકોએ માનવ સાંકળ બનાવી મહામુસીબતે બચાવ્યા. તંત્રએ શ્રદ્ધાળુઓને પાણીથી દૂર રહેવા કડક અપીલ કરી છે.

સુરેન્દ્રનગરમાં ડ્રગ્સ સામે પોલીસનું મોટું સર્ચ ઓપરેશન

સુરેન્દ્રનગર જિલ્લામાં નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. છેલ્લા સાત દિવસમાં લખતર અને ધ્રાંગધ્રામાંથી ગાંજાના જથ્થા સાથે બે આરોપીઓ ઝડપાયા છે. એસપી પ્રેમસુખ ડેલુએ નેટવર્ક પકડાશે તો મિલકત જપ્ત કરવાની કડક ચેતવણી આપી છે.

રાજકોટમાં બાળ સંરક્ષણ ગૃહમાંથી 11 બાળકો ફરાર, 7ને પાલીસો શોધી કાઢ્યા

રાજકોટ બાળ સંરક્ષણ ગૃહમાંથી ફરાર 11માંથી 7 બાળકોને પોલીસે શોધી કાઢ્યા છે, જ્યારે 4ની શોધખોળ ચાલુ છે. તપાસમાં 16 વર્ષીય સગીર મુખ્ય માસ્ટરમાઇન્ડ નીકળ્યો છે. આ મામલે સમાજ સુરક્ષા વિભાગે ગૃહના અધ્યક્ષ અને ગાર્ડને શો કોઝ નોટિસ ફટકારી છે.

વિરમગામમાં ટ્રેલર અને પેસેન્જર ભરેલી રિક્ષા વચ્ચે ગંભીર અકસ્માત: એકનું મોત

વિરમગામના હાસલપુર બાયપાસ પાસે ટ્રેલરે પેસેન્જર ભરેલી રિક્ષાને ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં એક મહિલાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ત્રણ લોકો ઘાયલ થયા છે. પોલીસે ટ્રાફિક નિયંત્રિત કરી વધુ તપાસ હાથ ધરી છે.