Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / બુલેટિન : Petrol-diesel will soon be cheaper!, Modi's fitness mantra on International Yoga Day, UK PM may resign

NEWS AFTERNOON: પેટ્રોલ-ડીઝલ ટૂંક સમયમાં થશે સસ્તા!, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર PM મોદી આપ્યો ફિટનેસ મંત્ર, યુકેના PM આપી શકે છે રાજીનામું

Timeછેલ્લું અપડેટ : 21 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

'40ની ઉંમરે 20 કરતાં વધુ ફ્લેક્સિબલ બનો..',  PM મોદીનો ફિટનેસ મંત્ર

App Store

આજે ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર પીએમ મોદીએ કોલકાતાના રેડ રોડ પરથી હજારો લોકો સાથે યોગાભ્યાસ કર્યો. તેમણે 'હેલ્ધી એજિંગ' થીમ પર ઉંમર સાથે વધુ ફ્લેક્સિબલ અને ઊર્જાવાન બનવાનો દેશને નવો ફિટનેસ મંત્ર આપ્યો.

પેટ્રોલ અને ડીઝલ ટૂંક સમયમાં સસ્તા થશે!

કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ સંકેત આપ્યો છે કે વૈશ્વિક બજારમાંથી ઓછી કિંમતે ખરીદેલું ક્રૂડ ઓઇલ ભારતીય રિફાઇનરીઓ સુધી પહોંચતા જ પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટી શકે છે. વૈશ્વિક તણાવ છતાં સરકારે ભારતમાં કિંમતો નિયંત્રણમાં રાખી છે.

યુકેના PM કીર સ્ટારમર આપી શકે છે રાજીનામું!

બ્રિટનમાં ચાલી રહેલા રાજકીય વિવાદ વચ્ચે પીએમ કીર સ્ટાર્મર સોમવારે રાજીનામું આપે તેવી શક્યતા છે. લેબર પાર્ટીના ૧૦૦થી વધુ સાંસદો તેમના વિરોધમાં છે. તેમની જગ્યાએ આગામી વડાપ્રધાન તરીકે એન્ડી બર્નહામનું નામ સૌથી મોખરે ચાલી રહ્યું છે.

ચુસ્ત બંદોબસ્ત સાથે NEET પુનઃપરીક્ષાનું આયોજન 

આજે દેશભરમાં યોજાનારી NEET-UG પુનઃપરીક્ષા માટે NTAએ લોખંડી બંદોબસ્ત કર્યો છે. ૧.૩૮ લાખથી વધુ CCTV કેમેરા, ૫૧ હજારથી વધુ જામર અને દરેક કેન્દ્ર પર ૫૦ સુરક્ષા કર્મચારીઓ સાથે કડક બાયોમેટ્રિક ચેકિંગ વચ્ચે પરીક્ષા લેવાઈ રહી છે.

અમદાવાદમાં યોગ દિવસ નિમિત્તે અમિત શાહે આપી હાજરી

આજે ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ યોગાસનો કર્યા હતા. આ વર્ષની થીમ 'સ્વસ્થ ઉંમર વધવા માટે યોગ' હેઠળ મોટી સંખ્યામાં નાગરિકોએ તંદુરસ્ત જીવનશૈલીનો સંકલ્પ કર્યો.

સાબરમતી રિવરફ્રન્ટ પર યોગ દિવસની ઉજવણી

આજે ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ભારે ઉત્સાહ જોવા મળ્યો. 'હેલ્ધી એજિંગ' થીમ પર પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, મંત્રી દર્શનાબેન વાઘેલા અને હજારો નગરજનોએ એકસાથે યોગાભ્યાસ કરીને નિરોગી સમાજનો સંદેશ આપ્યો છે.

ભાવનગરમાં સાયબર ફ્રોડ કરનાર શખ્સ ઝડપાયો

ભાવનગરના ઘોઘારોડ પોલીસે શિવાજી સર્કલ પાસેથી અમિત ડોડીયા નામના શખ્સની ધરપકડ કરી છે. આરોપીના એસબીઆઈ ખાતામાં દેશભરમાંથી સાયબર ફ્રોડના ૬.૪૦ લાખ રૂપિયા જમા થયા હતા, જે ગેરકાયદે હોવા છતાં તેણે એટીએમ અને ચેકથી ઉપાડી લીધા હતા.

ગોંડલમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા

રાજકોટના ગોંડલની જામવાડી GIDCમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 'મિસરી સ્પાઈસીસ' નામની કંપની પર દરોડા પાડી ૧.૯૦ કરોડનો ૭૯,૯૦૦ કિલો શંકાસ્પદ મસાલો સીઝ કર્યો છે. લાયસન્સ વગર ચાલતી આ ફેક્ટરીમાં ચોખા-મકાઈનો લોટ અને પામતેલની ભેળસેળ થતી હોવાની આશંકા છે.