Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / બુલેટિન : Pakistani gang exposed in Britain, firing outside Khan Sir's office, fire in Navsari factory

NEWS AFTERNOON: બ્રિટનમાં પાકિસ્તાની ગેંગનો પર્દાફાશ, ખાન સરની ઓફિસ બહાર ફાયરિંગ, નવસારીની ફેક્ટરીમાં આગ

Timeછેલ્લું અપડેટ : 03 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

૧. બ્રિટનમાં પાકિસ્તાની ગેંગના કાળા કરતૂતોનો પર્દાફાશ

App Store

બ્રિટનમાં ગર્લ ગ્રોમિંગ ગેંગના મુદ્દે રાજકીય ગરમાવો આવ્યો છે. બ્રિટિશ સાંસદ રૂપર્ટ લોએ સંસદમાં દાવો કર્યો કે પાકિસ્તાની ગેંગના ૭૦૦ લોકોએ યૌન શોષણ અને હિંસા આચરી છે, જેને લઈને પીડિતોની જુબાની રજૂ કરાઈ છે.

૨. પટનામાં પ્રખ્યાત ખાન સરના કોચિંગ સેન્ટર બહાર ગોળીબાર

પટનાના મુસલ્લાહપુર હાટમાં ખાન સરના સેન્ટર બહાર અજાણ્યા બદમાશોએ ૧૦ રાઉન્ડ ફાયરિંગ કર્યું અને ઓફિસમાં તોડફોડ કરી. ખાન સરે આક્ષેપ કર્યો છે કે ઓછી ફીમાં સારું શિક્ષણ આપવાના કારણે હરીફ સંસ્થાઓએ આ હુમલો કરાવ્યો છે.

૩. જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં જંગલની આગથી ભારે તબાહી

રાજૌરીના જંગલોમાં આગ લાગવાની ૪૫ ઘટનાઓ સામે આવી છે. ભારે ગરમીના કારણે ૫૦ હેક્ટર જેટલો વનવિસ્તાર બળીને ખાખ થઈ ગયો છે. હાલ વન વિભાગ અને ફાયરની ટીમો આગ પર કાબૂ મેળવવા મથામણ કરી રહી છે.

૪. અમદાવાદમાં પોલીસનું મેગા સર્ચ ઓપરેશન, શંકાસ્પદ લોકોની અટકાયત

અમદાવાદના ચંડોળા અને ગુલાબનગર વિસ્તારમાં ક્રાઈમ બ્રાન્ચે મોડી રાત્રે ઓપરેશન હાથ ધર્યું. ગેરકાયદેસર વસવાટની શંકાના આધારે ૧૩૧ લોકોની ધરપકડ કરાઈ છે અને અન્ય ૧૬૦ લોકોની કડક પૂછપરછ કરાઈ રહી છે.

૫. નવસારીની ટેક્સટાઈલ કંપનીમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ

નવસારીના વેસ્મા ગામ નજીક આવેલી 'જલતારા પ્રોસેસર્સ' ફેક્ટરીમાં અચાનક વિકરાળ આગ ફાટી નીકળી. કિલોમીટરો દૂર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાયા હતા. ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો, લાખોનો માલ બળીને ખાખ થયો છે.

૬. સૌરાષ્ટ્રના કેન્સર દર્દીઓ માટે રાજકોટ AIIMSમાં મોટી રાહત

રાજકોટ AIIMS ખાતે અત્યાધુનિક 'વન સ્ટોપ કેન્સર કેર સેન્ટર' શરૂ કરાયું છે. હવે કેન્સરની જટિલ સર્જરીઓ કાપકૂપ વગર વિનામૂલ્યે અને સરળતાથી થશે, જેથી દર્દીઓને રેડિયેશન માટે અમદાવાદ સુધી ધક્કા નહીં ખાવા પડે.

૭. દાહોદમાં સાઈનબોર્ડ પડતાં ૩ના મોત મામલે તંત્ર એક્શનમાં

વાવાઝોડામાં હોર્ડિંગ્સ ધરાશાયી થતાં ૩ લોકોના મોતના કેસમાં કલેક્ટરે ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપ્યા છે. જવાબદારો સામે કડક કાર્યવાહી કરાશે અને પ્રી-મોન્સૂન કામગીરી હેઠળ જોખમી હોર્ડિંગ્સ હટાવવાની કામગીરી તેજ કરાઈ છે.