News @ Evening: ઈઝરાયલ-હિઝબુલ્લાહ વચ્ચે ભીષણ યુદ્ધના ભણકારા, દાઉદના મોટા આતંકી મોડ્યુલનો પર્દાફાશ, પવિત્ર ગોમતી ઘાટ પર તાંત્રિક વિધિનો વીડિયો વાયરલ
માંજલપુરના વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન
વડોદરાના રાજકારણના પ્રભાવશાળી નેતા અને આઠ ટર્મથી ધારાસભ્ય રહેલા યોગેશ પટેલનું લાંબી બીમારી બાદ નિધન થયું છે. તેમના નિધનના સમાચારથી સમગ્ર ગુજરાતના રાજકીય વર્તુળોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે."
ઈઝરાયલ-હિઝબુલ્લાહ વચ્ચે ભીષણ યુદ્ધના ભણકારા!
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના શાંતિના દાવા વચ્ચે પણ મિડલ ઈસ્ટમાં વાસ્તવિકતા અલગ છે. હિઝબુલ્લાહ અને ઈઝરાયલ વચ્ચે તણાવ યથાવત છે અને દક્ષિણ લેબનાનમાં હજુ પણ ભીષણ સૈન્ય કાર્યવાહી ચાલુ છે."
દાઉદના મોટા આતંકી મોડ્યુલનો પર્દાફાશ
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે દિલ્હી અને મુંબઈને હચમચાવવાનું દાઉદ ઈબ્રાહિમની સિન્ડિકેટનું કાવતરું નિષ્ફળ બનાવ્યું છે. 8 આતંકીઓની ધરપકડ બાદ ખુલાસો થયો છે કે દાઉદ હજુ પણ કરાચીથી જ ઓપરેટ કરી રહ્યો છે."
કેશોદના બડોદર ગામમાં ગ્રામજનોનું 'રેલ રોકો' આંદોલન
પ્લેટફોર્મ ઊંચું કરવા સહિતની ૩ મુખ્ય માંગણીઓ સાથે ૧૫ ગામના લોકો રેલવે પાટા પર ઉતરી આવ્યા હતા. તંત્રએ 20 દિવસમાં કામ શરૂ કરવાની લેખિત બાંહેધરી આપતાં આખરે આ ઉગ્ર આંદોલન સમેટાયું છે.પરંતુ સાથે જ ગ્રામજનોએ ચીમકી આપી છે કે જો ૨૦ દિવસમાં કામ શરૂ નહીં થાય તો એક મહિના પછી ફરીથી આક્રમક આંદોલન છેડવામાં આવશે!"
ગુજરાતમાં આગામી 4 દિવસ વાવાઝોડા સાથે વરસાદની આગાહી
રાજ્યમાં ત્રણ સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગે અમદાવાદ અને ગાંધીનગર સહિત સમગ્ર ગુજરાત માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આગામી દિવસોમાં ૫૦થી ૬૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવા સાથે વરસાદની આગાહી છે."
પવિત્ર ગોમતી ઘાટ પર તાંત્રિક વિધિનો વીડિયો વાયરલ
યાત્રાધામ ડાકોરના પવિત્ર ગોમતી ઘાટ પર કથિત મેલી વિદ્યા અને તાંત્રિક વિધિ કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટનાને પગલે સ્થાનિકો અને દર્શનાર્થીઓમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે."

